ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરિક્ષાનાં પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે. જેની વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ રાહ જોઇ રહ્યા તે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. મહત્વના બે ધોરણ 10 અને 12ની પરિક્ષાનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવશે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10 મેના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ગુજકેટની પરિક્ષાનું પરિણામ પણ 10 મેના રોજ જાહેર કરવામાં આવશે.

મહત્વનું છે કે, સવારે 11 કલાકથી 4.00 વાગ્યા સુધી સ્કૂલો દ્વારા માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ઓનલાઇન પરિણામ આપ સવારે 9.00 કલાકે જોઇ શકશો. વેબસાઇટ www.gseb.org પરથી આપ સવારથી જ પરિણામ જોઇ શકશો.સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ધોરણ 10નું પરિણામ પણ મે મહિનામાં જ જાહેર કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જ્યારે ઘોરણ 10નું પરિણામ 28થી 31 તારીખની વચ્ચે જાહેર કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બોર્ડ ધોરણ 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ પોતાની નવા લક્ષ્યને પામવા ક્યા ક્ષેત્રમાં પ્રવેશવું તેની પસંદગી કરતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેના પરિવારના લોકો પણ પોતાના બાળકનું સારું પરિણામ આવે તેવી આશા રાખતા હોય છે. જ્યારે 10માં ધોરણના પરિણામ બાદ વિદ્યાર્થીઓ સામાન્ય અને વિજ્ઞાન અને વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશવાની પસંદગી કરતા હોય છે.

You might also like