19 વર્ષ પહેલા આજના દિવસે અનિલ કુંબલેએ પાકિસ્તાનને આપ્યો હતો ધોબી-પછાડ

0 106

એ તારીખ હતી 7 ફરવરી 1999, મેદાન હતું દિલ્લીનું ફિરોઝ શાહ કોટલા. દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે નામાંકિત થયો હતો ટેસ્ટ ક્રિકેટ જગતનો એક ઐતિહાસીક અને શાનદાર રેકોર્ડ. જી હા, આજના જ દિવસે ‘જમ્બો’ એક પારીમાં 10 વિકેટ લેનાર જિમ લેકર પછી વિશ્વમાં બીજા અને ભારતમાં પ્રથમ બોલર બન્યા હતા. કુંબલેની આ ઉપલબ્ઘિ એટલે ખાસ છે કેમ કે તેને આ રેકોર્ડ ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના વિરૂદ્ધ લીધી હતી.

કોટલાના મેદાન પર કુંબલેનો જાદુ એવો ચાલેલો કે પાકિસ્તાનના એક પછી એક ખિલાડીઓ પેવેલીયન તરફ પરત ફરી રહ્યા હતા. પાકિસ્તાન સાથે બે મેચની શ્રેણીની તે બીજી મેચ હતી. 420 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની ટીમ છેલ્લા દિવસે મેચ ડ્રો કરવા આગળ વધી રહી હતી. જે કે તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.

મેચમાં 74 રન આપી 10 વિકેટ લેનાર દિગ્ગજ બોલર કુંબલે તે મેચના હિરો હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચથી સન્માન કરયા. આ જીત હજુ પણ ખાસ બની ગઈ હતી કેમ કે ભારતે પાકિસ્તાનને 19 વર્ષમાં પ્રથમ વખત હરાયા હતા.

એક સમયે પાકિસ્તાનનો સ્કોર 101/0 હતું પરંતુ થોડી જ ક્ષણોમાં તે સ્કોર 128/6 થઈ ગયો હતો. ઓપનિંગ જોડીએ ફક્ત 100 રન જોડ્યાં પછી કોઈ પણ ખિલાડી જમ્બોની ફિરકી સામે ન ટકી શક્યાં. સૌ પ્રથમ શાહિદ અફ્રીદી વિકેટકીપર નયન મોંગિયાને કેચ આપી બેઠા. અજાઝ અહેમદ અને ઈંઝમામ-ઉલ-હક પણ જલ્દીથી પેવેલીયન તરફ પરત ફર્યા હતા.

તે પછી સઈદ અનવર જ્યારે આઉટ થયા ત્યારે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ હતી. કેપ્ટન વસીમ અક્રમે થોડાક ક્ષણો માટે પાકિસ્તાન માટે આશાઓ બરકરાર રાખી પરંતુ તે દિવસ જમ્બોનો જ હતો. અક્રમે વીવીએસ લક્ષ્મણના હાથોમાં કેચ આપી બેઠા. ભારતે આ મેચ 212ના મોટા અંતરથી જીતી હતી.

loading...

Leave A Reply

Your email address will not be published.