ભૂખ લાગી હોય ત્યારે ગુસ્સો બહુ અાવે છે? તો ડાયાબિટીસ થઈ શકે છે

કહેવાય છે કે ભૂખે ભજન ન થાય. ભૂખ લાગી હોય ત્યારે કોઈ કામમાં ચિત્ત ચોંટે નહીં અને વગર કારણે બીજા પર ગુસ્સો નીકળે. ખાવાનું પેટમાં પડે એ પછી મગજ શાંત થાય. શું તમને પણ અાવું થાય છે? તો અાજે જાણી લો કે અાવું કેમ થાય છે. અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે ભૂખ લાગવી અને એની મગજને ખબર પડવી એ વ્યક્તિનું જીવન ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી ક્રિયા છે. જ્યારે પણ શરીરને જરૂરી એનર્જી પૂરી ન મળતી હોય ત્યારે ગુસ્સો અાવવો એ માણસની સર્વાઈવલ માટેની સાહજિક વૃત્તિ છે. મગજને અમુક માત્રાથી ઓછો ગ્લુકોઝ મળે ત્યારે અાવું થાય છે.
http://sambhaavnews.com/

You might also like