WhatsApp જેવી જ મજેદાર બનશે એન્ડ્રોઇડની SMS એપ

વ્હોટ્સએપ અને વાઇબર જેવી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપના આકર્ષક ફીચરને કારણે એન્ડ્રોઇડ ફોનની એસએમએસ એપને ઘણું નુકસાન થાય છે. બહુ ઓછા લોકો આ એપનો ઉપયોગ કરે છે. હવે ગૂગલે પોતાની આ એપની ફરીથી નવા રંગરૂપ સાથે લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં કંપનીએ પોતાની એસએમએસ એપને આકર્ષક લુક અને વ્હોટ્સએપ પર મેસેન્જિંગ એપનું ફીચર આપવાની વિચારણા કરી રહી છે. ગૂગલે રિચ કોમ્યુનિકેશન સર્વિસ પર આધારિત એક નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. કંપનીએ હાલમાં જ જાહેરાત કરી કે દુનિયાભરની 27 ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ રિચ કોમ્યુનિકેશન સેવાનો લાભ ઊઠાવશે. આનાથી એન્ડ્રોઇડ યૂઝર નવા અંદાજમાં મેસેન્જિંગ એપનો ઉપયોગ કરી શકશે. ટેક નિષ્ણાતોનું માનવું છે કે સેવા પ્રોવાઇડર આ સેવા દ્વારા મેસેજ મોકલવાનો કોઈ ચાર્જ નહિ લે.

ગૂગલ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ નવી એસએમએસ એપમાં વ્હોટ્સએપ જેવા ઘણા ફીચર ઉપલબ્ધ છે. આ એપમાં રીડ રિસીપ્ટનું ફિચર હશે. જેવી રીતે વ્હોટ્સએપ પર મેસેજ વાંચ્યા બાદ બ્લૂ ટિક દેખાય છે. એવી જ રીતે, આ એપ પર પણ મેસેજ વાંચવામાં આવ્યો છે કે કેમ તેની માહિતી સામેવાળાને મળી જશે. હવે એન્ડ્રોઇડ યુઝર ગ્રૂપ બનાવીને પણ ચેટ કરી શકશે. એટલું જ નહિ, મેસેજમાં હાઈ રેજોલ્યુશનનો ફોટો, વીડિયો અને જીઆઈએફ ઇમેજ પણ મોકવામાં આવશે. આ એપમાં ટાઇપિંગ ઇન્ડિકેટરની સુવિધા પણ છે. એટલે કે જ્યારે કોઈ યૂઝર મેસેજ ટાઇપ કરશે ત્યારે તે સામેવાળા યુઝરને તેનો ખ્યાલ આવી જશે.

ફોનમાં કેટલીક નવી એસએમએસ એપ પણ ડાઉનલોડ કરી શકાશે. આ નવી એપ દ્વારા એસએમએસ મોકવાના સમય સુધી કોઈ ખાસ મેસેજની યાદ અપાવવા માટે પણ અલાર્મ સેટ કરી શકે છે. ખાનગી સંદેશા ગુપ્ત રહે તે માટે તેના પાસવર્ડ નાંખવામાં આવશે.

You might also like