NDAને મોટો ઝટકો, TDPએ સમર્થન પાછુ ખેચ્યુ, YSR સાથે મળીને લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

કેન્દ્રમાં પીએમ મોદીની સરકારને લગભગ 4 વર્ષ જેટલો સમય થઇ ગયો છે અને હવે આગામી ચૂંટણીની તૈયારીઓ પર બધા પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકાર માટે વિપક્ષ અને ગઠબંધનના પક્ષો માથાનો દુખાવો બનતા જાય છે.

શુક્રવારે આજે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુધ્ધ પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી પાર્ટીએ એનડીએ સાથેનો છેડો ફાડી નાંખ્યો છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાને લઇને નારાજ ટીડીપીએ આજરોજ આ મોટો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા મામલે TDP પાર્ટી NDAથી નારાજ છે. હવે TDPએ NDA સાથેનુ સમર્થન પાછુ ખેચ્યુ છે. આ નિર્ણય TDP પોલીત બ્યૂરોની સર્વસહમતિ નિર્ણય લેવામાં આવ્યો છે.. આજે પોલીત બ્યૂરોની વીડિયો કોંફરેન્સ યોજાઈ હતી.. આ બે”કમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે YSR સાથે મળીને TDP અવિશ્વાસનો પ્રસ્તાવ મુકશે. આ પ્રસ્તાવને સ્વીકાર થવા માટે 50 સાંસદોનો ટેકો જરૂરી હોય છે. લોકસભામાં YSR પાસે 9 અને TDP પાસે 16 સાંસદો છે. મહત્વનુ છે કે, ગુરૂવારે મોદી સરકારના 4 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ આપવામાં આવી હતી.

આ મામલે YSRના સાંસદોએ ગુરૂવારે અન્ય વિપક્ષીય દળોના નેતાઓએ પોતાની પાર્ટીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીને પત્ર પણ પાઠવ્યુ હતું. તેમણે અપીલ કરતા કહ્યુ છે કે, જો આંધ્રપ્રદેશને એક વિશેષ રાજ્યનો દરજ્જો નહી મળે તો સાંસદ સત્રના છેલ્લા દિવસે તેઓ પોતાના પદથી રાજીનામુ આપશે.

You might also like