OMG!! આ રાજ્યમાં 13 કલાકમાં રેકોર્ડ બ્રેક 37,000 વખત વીજળી પડી

ભારતમાં દરવર્ષે વીજળી પડવાના કારણે હજારો લોકોના મોત થાય છે. પ્રાકૃતિક આપત્તિઓના કારણે થનારા મૃત્યુમાં ભારતમાંથી 10% લોકોના મૃત્યુ માત્ર વીજળી પડવાને કારણે થાય છે.

જોકે ફરી એક વખત હૃદય કંપાવનારો આંકડો સામે આવ્યો છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશમાં મંગળવારે 13 કલાકની અંદર જ 36,749 વખત વીજળી પડવાની ઘટના બની.

આંધ્ર પ્રદેશમાં વિજળી પડવાના કારણે 9 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેમાં એક 9 વર્ષની છોકરી પણ શામેલ છે.

આ એક અલગ જ રેકોર્ડ છે, કારણ કે પાછલા વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન કુલ 30000 વખત વીજળી પડી હતી. જોકે આ વખતે માત્ર 13 કલાક જ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.

આ મામલે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે વીજળી પડવાની સંખ્યામાં આટલો મોટો વધારો થયો છે. જ્યારે એક્સપર્ટના જણાવ્યા અનુસાર વાદળા 200 કિમીના વિસ્તારમાં ફેલાયેલા હોવાના કારણે આટલી વધારે વખત વીજળી પડી. સામાન્ય રીતે વાદળાઓ 15થી 16 કિમી વિસ્તારમાં ફેલાયેલા હોય છે.

એક આંકડા અનુસાર 2005થી અત્યાર સુધીમાં દરવર્ષે એવરેજ 2000 લોકોના મૃત્યુ વીજળી પડવાના કારણે થાય છે. ભારતમાં દરવર્ષે હજારો પ્રાણીઓના મોત પણ વીજળી પડવાના કારણે થાય છે.

You might also like