Categories: Gujarat

ખેડૂતો ટપક સિંચાઇ અપનાવેઃ આનંદીબેન

વડોદરા: મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્પર્ધાત્મક જગતમાં ખેતીને વધુ વળતરયુકત બનાવવા ખેડૂતો અનાજ અને કઠોળના નવી જાતના પાકો, બિયારણો, દવાઓ અને ખાતરો અપનાવે તથા કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધનોનો વ્યાપક પ્રમાણમાં વિનિયોગ કરે તેવો અનુરોધ કર્યો છે.

ગ્લોબલ વોર્મિંગ સહિતના કારણોસર સમગ્ર જગત જયારે પાણીની અછત અનુભવી રહયું છે ત્યારે ખેડૂતો ટપક અને ફુવારા સહિતની પાણીની અને ખેતી ખર્ચ બચાવતી સુક્ષ્મ પિયત પધ્ધતિઓ અપનાવે અને ખેતીની સાથે સંવર્ધીત પશુપાલનને જોડે તેવી ભલામણ કરી છે.

મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવીને ખેતીવાડી, પશુપાલન અને બાગાયત સહિતના ખાતાઓની વિકાસ યોજનાઓ તથા લાભાર્થીઓને રૃા. ૩.૩૧ કરોડની સાધન સહાયતાનુ વિતરણ કર્યું હતું. દેવગઢ બારીયાના નવિનીકરણ કરાયેલા અને ૧૫૦ પથારીઓની સુવિધા ધરાવતા સરકારી દવાખાનાનું લોકાર્પણ કરતા રાજયમાં નવી શરૃ થતી સરકારી હોસ્પિટલમાં બાળ આરોગ્યનો અલાયદો વિભાગ રાખવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં વન અધિકાર કાયદા હેઠળ ૧૦ ખેડૂતોને મળવાપાત્ર જમીન અધિકારોની સનદો આપવામાં આવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અતિ કુપોષિત બાળકો ધરાવતા પરિવારોને પાંચ બકરીનું એકમ આપીને તમામ બાળકોને સુપોષિત કરવામાં દાહોદ જિલ્લા પ્રશાસને મેળવેલી સફળતાની પ્રશંસા કરી હતી. તથા બાળ તંદુરસ્તી માટે અધિકારીઓ આવા પરિણામલક્ષી નવા પ્રયોગો કરે તેવો અનુરોધ કર્યો હતો. કૃષિ મહોત્સવ જેવા લોક કલ્યાણ આયોજનોનો વિરોધ કરવાનો અભિગમ છોડો અને લોકોને મદદરૃપ થવાની કામગીરીમાં સહભાગી બનો તેવો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકના કલ્યાણને વેગ આપવો એજ જનપ્રતિનિધિઓનું સાચું કામ છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago