Categories: Gujarat

સુરતને ડાયમન્ડ સિટીની ચમક-દમકની જેમ વિકાસની ચમક અપાશે : મુખ્યમંત્રી

અમદાવાદ : મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સુરત મહાનગરમાં રૃ. ૧૬૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને રાષ્ટ્રીય પુસ્તક મેળાને ખુલ્લો મુકતાં સુરત મહાનગરને ડાયમંડ સિટીની ચમક-દજમક જેમ જ વિકાસની નવી ચમક આપવાની નેમ દર્શાવી હતી.તેમણે વધુમાં કહ્યું કે, ભૌતિક વિકાસ સુવિધાઓ સાથે જ નાગરિકો-શહેરીજનોનાં પ્રફુલ્લિત જીવન માટે ફ્લાવર શો, શિલ્પર મેળો, બાગાયતી પાકોનો મેળો તથા રાષ્ટ્રીય પુસ્તક મેળાના સફળ આયોજનો મહાપાલિકાએ પાર પાડ્યા છે.

 

તેમની પ્રશંસા કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, એક સમયે વાંચનનું પ્રમાણ ઘટતું જતું હતું ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંચે ગુજરાતનું જે અભિયાન ચલાવ્યું તેનાથી નાગરિકોમાં વાંચન પ્રત્યેની ભૂખ જાગી છે. રાજ્ય સરકારે પણ નાનપણથી જ બાળકોમાં વાંચની ટેવ પડે તે માટે શાળાઓમાં લાયબ્રેરી-પુસ્તકાલયોને પ્રોત્સાહન આપ્યુ છે તેનો નિર્દેશ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સાહિત્ય વાંચન પ્રેરણાદાયી હોય છે.

આપણે ઘરમાં એવું સાહિત્ય વસાવીએ કે અડોશપડોશના લોકો પણ તેનો ઉપયોગ કરી શકે.મુખ્યમંત્રીએ બીઆરટીએસની સેવાઓ શહેરના નાગરિકો માટે લાભદાયી નિવડશે તેમ જણાવી કહ્યું હતું કે, સુરતમાં ૨૫ લાખ વાહનો છે.

સુરવાસીઓ ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરે અને બીઆરટીએસ સેવાનો લાભ લઈ એક સ્થાન પર પોતાનું વાહન મૂકી બીઆરટીએસનો વધુમાં વધુ ઉપયોગ કરી પ્રદૂષણમુક્ત ટ્રાફિક સમસ્યામુક્ત શહેર બનાવે. આનંદીબહેન સુરતનાં શહેરમાં મેટ્રો રેલ માટેનો સર્વે હાથ ધરાશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.

Navin Sharma

Recent Posts

PM મોદી ફરી વાર 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો કયાં સ્થળે લેશે મુલાકાત…

રાજકોટઃ PM મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીનાં કાર્યક્રમમને લઈને તડામાર તૈયારીઓ…

17 mins ago

દાંદેલીમાં તમે દરેક પ્રકારનાં એડવેન્ચરની માણી શકો છો ભરપૂર મજા…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222493,222494,222495,222496,222497"] સાહસિકતાને વધુ પસંદ કરનારા લોકોને દાંદેલી જગ્યા વધુ પસંદ આવે છે કેમ કે અહીં હરવા-ફરવા…

1 hour ago

Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222488,222489,222490"] દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા…

2 hours ago

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

2 hours ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

3 hours ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

3 hours ago