IPL: ચેન્નઈ પહોંચેલા સુપર કિંગ્સનું અભૂતપૂર્વ સ્વાગત

ચેન્નઈઃ આઇપીએલની ટ્રોફી જીતી ચેન્નઈ પહોંચેલી સીએસકેની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જોકે તૂતીકોરીન ઘટનાના કારણે જશ્ન મોટા પાયે નહોતો મનાવાયો. બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનારી સીએસકેની ટીમે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ પર ટીમના સ્વાગત માટે એકઠા થયા હતા. ત્યાર બાદ ક્રાઉન પ્લાઝા હોટલમાં પણ સ્ટાફે ફૂલમાળા પહેરાવીને ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. એ સમયે હોટલની બહાર પણ પ્રશંસકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને હોટલમાં ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું.

You might also like