Ahmedabad: શાહપુર, મીરજાપુર અને બાપુનગરમાં એએમટીએસ બસ પર પથ્થરમારો

અમદાવાદ: આજના ભારત બંધનાં એલાનના પગલે શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા ઉપર ઊતરી એએમટીએસ અને બીઆરટીએસ સર્વિસને ઠપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન શાહપુર, મીરજાપુર અને બાપુનગર ખાતે એએમટીએસની બસ ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કરતાં બસની બારીના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં ગભરાટ પ્રસરી ગયો હતો, જો કે આ લખાય છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની સેવા હજુ કાર્યરત છે.

એએમટીએસની રૂટ નં.૧૪૬/૧ ઉપર શાહપુર ખાતે અને રૂટ નં.૭ર પર મીરજાપુર ખાતે કેટલાંક તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરતાં આ બંને બસના બારીના કાચનો ખુરદો બોલાયો હતો.

આજે સવારના ૬થી ૭ દરમ્યાન આ પથ્થરમારો થયો હતો. જ્યારે બાપુનગર ચાર રસ્તા ખાતે રૂટ નં.પ૮ પણ તોફાની તત્ત્વો દ્વારા કરાયેલા પથ્થરમારાનો ભોગ બની હતી.

આ ઉપરાંત અનુપમ સિનેમા પાસે રૂટ નં.૭૭, શીલજના પ્રજાપતિના કૂવા પાસે રૂટ નં.પ૧, અમરાઇવાડી ખાતે રૂટ નં.૭૭, સુભાષચોક પાસે રૂટ નં.૧૩૬ એમ વિભિન્ન સ્થળો તોફાની લોકોએ એએમટીએસની બસ રોકીને તેના પૈડાંની હવા કાઢી નાખી હતી. વટવા, મણિનગરની રેલવે કોલોની, લાલ દરવાજાનું પાલિકા બજાર વગેરે જગ્યાએ ટોળાંએ મુસાફરોને બસમાંથી જબજસ્તી ઊતર્યા હતા.

એએમટીએસના ઉચ્ચ અધિકારી જિતેન્દ્ર મહેતા કહે છે કે એએમટીએસના આશરે ૧પ રૂટને ડાયવર્ટ કરાયા છે જો કે બસ સેવા રાબેતા મુજબ ચાલુ રખાઇ છે.

દરમિયાન દાણીલીમડા ખાતે સવારે ૯-૩૦ વાગે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ વગેરે નેતા તેમજ કાર્યકરોએ બીઆરટીએસ બસ સેવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા મણિનગર થી આરટીઓના રૂટને સ્થગિત કરાયો હતો.

divyesh

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

5 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

6 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

6 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

7 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

7 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

9 hours ago