Categories: Ahmedabad Gujarat

AMTSમાં કેશ કલેકશનનાં ખાનગીકરણ સામે ચેરમેનની ‘બ્રેક’

અમદાવાદ: એક તરફ દૈનિક રૂ.એક કરોડથી વધુની ખોટ કરતી એએમટીએસના નબળા આર્થિક પાસાંને સરભર કરવા સંસ્થાના કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધકેલવામાં આવી રહ્યા છે. બીજી તરફ અગમ્ય કારણસર ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનાં ગતકડાં કરાય છે.

ખાનગીકરણને રવાડે ચઢીને આજે સંસ્થાની રોડ પર દોડતી બસનું પ્રમાણ નહીંવત થઇ ગયું હોવા છતાં નઘરોળ તંત્રએ કેશ કલેકશનની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાની દિશામાં ચક્ર ગતિમાન કર્યાં હતાં. જેમાં ચેરમેને હાલ પૂરતી બ્રેક મારી દીધી છે.

આમ તો એએમટીએસ સંસ્થા પાસે વધારાના કર્મચારીનો તોટો નથી. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી કામ વગરના કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં ફરજ પર સોંપાઇ રહી છે. આવા સંજોગોમાં વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓએ સરળતાથી ચાલતી કેશ કલેકશનની કામગીરીના ચાલતા બળદને ઘોંચ પરોણા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અધિકારીઓએ સંસ્થાના ટિકિટ અને કેશ વિભાગના તાબા હેઠળની કેશ કેબિનમાં થતું કેશ કલેકશન અને ટ્રાફિક વિભાગના તાબા હેઠળની કન્સેશન વિભાગમાં થતું કેશ કલેકશનનું ખાનગીકરણ કરવા ખાસ દરખાસ્ત તૈયારી કરી હતી.

આ લેભાગુ અધિકારીઓએ આઇસીઆઇસીઆઇ બેન્કના કલાયન્ટ ઐરન કન્સલ્ટન્ટ પાસેથી પ્રતિ માસ પ્રતિ વ્યક્તિ રૂ.૧૮,ર૯૦ મુજબ મેનપાવર મેળવ્યા બાદ સંસ્થાના બાવીસ કર્મચારીનો મેનપાવર ઉમેરીને એક વર્ષ માટે ડેટા કલેકશનનો કોન્ટ્રાક્ટ આ ખાનગી કંપનીને સુપરત કરવાની કવાયત આરંભી હતી. જે અનુસાર લાલ દરવાજા, વાસણા અને વાડજ એમ ત્રણ કેશ કેબિન ખાતે એક મહિનાના પ્રાયોગિક ધોરણે કેશ કલેકશનની કામગીરી ચાલુ પણ કરાવી હતી.

ગઇ કાલે સવારે મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં તંત્રની કેશ કલેકશન ખાનગીકરણની દરખાસ્ત રજૂ થતાં ચેરમેન ચંદ્રપ્રકાશ દવે સંબંધિત અધિકારીઓ ઉપર ઉકળી ઉઠ્યા હતા. ચેરમેને રોષભેર જણાવ્યું હતું કે એક તો સંસ્થાને કરોડો રૂપિયાની ખોટ થતી હોય તેવા સમયે કરકસરયુક્ત અભિગમ હાથ ધરવાને બદલે તમે ખાનગીકરણને પ્રોત્સાહિત કરીને સંસ્થાને આર્થિક નુકસાન કેમ પહોંચાડો છો? જો અત્યારે કેશ કલેકશનની કામગીરી સંસ્થા દ્વારા વ્યવસ્થિત રીતે ચાલતી હોય તો ખાનગી કંપનીને સંસ્થાના કર્મચારીઓને ભોગે આર્થિક લાભ કરાવવાની શી જરૂર છે ?

તેમાં પણ સંસ્થાના બાવીસ કર્મચારી તો આ ખાનગી કંપનીને ફાળવવાના રહે તો પછી આવાં ગતકડાં કરવાનો કોઇ અર્થ છે ખરો? જાણકાર સૂત્રો કહે છે, ચેરમેન ચંદ્રપ્રકાશ દવેએ છેલ્લા દશ-પંદર દિવસથી લાલ દરવાજા સહિતની ત્રણ કેશ કેબિનો પર પ્રાયોગિક ધોરણે ખાનગી કંપનીને સોંપાયેલી કામગીરીને પણ રદ કરી દીધી છે.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

14 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

14 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

15 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

15 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

16 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

16 hours ago