AMTSની હડતાળનું કોકડું હજુ ગૂંચવાયેલું, બીજા દિવસે પણ ૨૦૦ જેટલી બસો ઓછી મુકાઈ

અમદાવાદ: એએમટીએસના કોન્ટ્રાક્ટ બેઝ ૧૦૦૦થી વધુ ડ્રાઇવર-કંડક્ટર ગઇ કાલ સવારથી અચાનક હડતાળ પર ઊતરી જવાથી હજારો ઉતારુઓ કફોડી હાલતમાં મુકાઇ ગયા હતા. બપોરની બીજી પાળીમાં તો ઉતારુઓની હાલત વધુ કફોડી થઇ હતી. અાજે હડતાળના બીજા દિવસે પણ ઉતારુઓની મુસીબતમાં લેશમાત્ર ઘટાડો થયો નથી. જે પ્રકારે તંત્ર અને હડતાળિયા કર્મચારીઓ આમનેસામને છે તે જોતાં હડતાળનું કોકડું ઝટ ઉકેલાય તેમ લાગતું નથી અને ઉતારુઓને રોજની સરેરાશ ૮પ૦ બસ કરતાં ર૦૦થી રરપ ઓછી બસની સેવાથી ચલાવવું પડશે.

હડતાળના આજના બીજા દિવસે સવારની પહેલી પાળીમાં રોડ પર સરેરાશ ૮પ૦ બસ કરતાં ર૦૦થી વધુ બસ ઓછી ઉતારાઇ હતી. એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે કહે છે કે પહેલી પાળીમાં ૬૩૮ બસ રોડ પર દોડતી કરાઇ છે. બપોરની બીજી પાળીમાં પણ આટલી જ સંખ્યામાં બસ રોડ પર મૂકવાનાે અમારાે પ્રયાસ રહેશે.

જોકે ગઇ કાલે બપોરની બીજી પાળીમાં તંત્ર દ્વારા સંસ્થાના કાયમી ડ્રાઇવરને કંડક્ટર તરીકે મેદાનમાં ઉતારવા છતાં પણ માત્ર પ૦પ બસ રોડ પર મૂકી શકાઇ હતી, જોકે બપોર બાદ ખુદાબક્ષને જલસા થયા હતા, કેમ કે જે તે બસમાં ‘માગે તેને ટિકિટ આપો’નો અભિગમ સત્તાવાળાઓએ અપનાવ્યો હતો. ડ્રાઇવરમાંથી કંડક્ટર બનેલા કર્મચારીઓને ટિકિટ પર પંચ મારવા પં‌ચિંગ મશીન અપાયું ન હતું. આ સ્ટાફને વાઉચર અપાયાં હતાં, પરંતુ વાઉચર ભરવાની તાલીમ અપાઇ ન હતી. પરિણામે ટિકિટના મામલે ‘અંધેરગર્દી’ સર્જાઇ હતી, જોકે ગઇ કાલે તંત્રે રૂ.ર૧.૭૧ લાખની આવક થયાનો દાવો કર્યો છે.

કોન્ટ્રાક્ટ બેઝના ૧૪૯૬ કંડક્ટર પૈૈૈકી આંગળીના વેેઢે ગણાય તેટલા જ કર્મચારી ફરજ પર હાજર રહેવાથી તંત્ર દ્વારા કેશ કેબિનનો સ્ટાફ તો છોડો, પરંતુ ફલાઇંગ સ્કવોડ અને કંટ્રોલ કેબિનના અનેક કંટ્રોલરને ફરીથી કંડક્ટર બનાવી દેવાયા છે! કંડક્ટરમાંથી ફલાઇંગ સ્કવોડના સભ્ય કે કંટ્રોલર બનનાર સ્ટાફ ગઇ કાલે પુનઃ કંડક્ટર બનતાં આ બાબત ચર્ચાસ્પદ તો બની જ હતી, પરંતુ બપોરની પાળીમાં ઉતારુઓની ટિકિટ તપાસવાની સિસ્ટમ જ મહદંશે ઠપ થઇ ગઇ હતી! જ્યાં સુધી હડતાળ ચાલુ રહેશે ત્યાં સુધી આવી અંધાધૂંધી જળવાઇ રહેવાની છે.

આજે સવારની પહેલી પાળીમાં સંસ્થાની ફક્ત પ૬ બસ રોડ પર મુકાઇ હતી, કેમ કે સંસ્થાના કાયમી ડ્રાઇવર ગઇ કાલથી કંડક્ટર બન્યા છે એટલે હડતાળના આ દિવસોમાં ખાનગી ઓપરેટર સંસ્થાના તારણહાર બન્યા છે. આજની સ્થિતિમાં તંત્ર પૂર્ણપણે ખા

You might also like