Categories: Gujarat

એએમટીએસ બસને હજુ નિષ્ણાત મિકેનિક પણ ચાલુ કરી શક્યા નથી

અમદાવાદ: ગત ગુરુવારની સાંજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે એએમટીએસની બસે નહેરુબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જીને શહેરીજનોને ખળભળાવી મૂક્યા હતા. માતેલા સાંઢની જેમ દોડતી બસે મારેલી ટક્કરથી બે બહેનોએ એકના એક ભાઇ કારમાં બેઠેલા હરેશ પરીખને ગુમાવ્યા હતા તેમજ આ અકસ્માતમાં બાઇકચાલક મોહંમદ સફી નામના યુવકનું પણ મોત થયું હતું, જેને હવે અઠવાડિયું થશે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે આરટીઓની ટીમ બંધ બસને હજુ સુધી ચાલુ કરી શકી ન હોઇ અકસ્માતનું ખરું કારણ જાણવા મળ્યું નથી.

રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસની સાંજે અકસ્માત થયા બાદ ખુદ એએમટીએસના ઉચ્ચ અધિકારીઓએ ‘બ્રેક ફેલ’ની થિયરી મી‌િડયા સમક્ષ રજૂ કરી હતી. બસચાલક રમેશ ચૌહાણની કેફિયતના આધારે એએમટીએસના સત્તાવાળાઓએ સત્ય હકીકતની ખરાઇ કર્યા વગર ડ્રાઇવરને એક પ્રકારે નિર્દોષ જાહેર કરી દીધો હતો! અલબત્ત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલના વિરોધાભાસી નિવેદનથી ચિત્ર ડહોળાયું હતું. સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે મી‌િડયા સાથેની વાતચીતમાં ડ્રાઇવરે ભૂલથી એક્સિલેટર પર પગ મૂકી દીધો હતો તેમ જણાવતાં એએમટીએસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પરિણામે એએમટીએસની ટેક‌િનકલ કમિટીને અકસ્માત અંગે પ્રારંભિક તપાસ કરવાની ફરજ પડી હતી, જેમાં અકસ્માતના દિવસે પણ બ્રેકમાં કોઇ સમસ્યા ન હોવાનું બહાર આવ્યું હતું. તંત્રના રિપોર્ટ બાદ ‘બ્રેક ફેલ’ની થિયરી પર જ આપોઆપ બ્રેક લાગી ગઇ છે! જોકે હજુ પણ એએમટીએસના સત્તાવાળાઓ અકસ્માતના કારણ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

અગાઉ એએમટીએસના ઉચ્ચ અધિકારીઓએ એક-બે દિવસમાં જ આરટીઓ અને ટ્રાફિક પોલીસનો રિપોર્ટ આવી જવાનાં ઢોલ-નગારાં પીટ્યાં હતાં. તેમ છતાં વાસ્તવિકતા તો એ છે કે હવે અઠવાડિયું થશે પણ આરટીઓ કે ટ્રાફિક પોલીસને રિપોર્ટ તંત્રને મળ્યો નથી. આ અંગે એએમટીએસના એક ઉચ્ચ અધિકારીને પૂછતાં તેઓ કહે છે, “અઠવાડિયાથી આરટીઓની ટીમ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે બંધ બસને ચાલુ કરવાની કોશિશ કરે છે, પરંતુ બસ ચાલુ કરી શકતા નથી એટલે પરત જાય છે. આરટીઓની ટીમની મદદ માટે એએમટીએસના વર્કશોપમાંથી પણ મિકે‌િનક મોકલાવ્યા હતા. તેમ છતાં બંધ બસને ચાલુ કરાવવામાં કોઇ સફળતા મળી નથી! એટલે આરટીઓનો રિપોર્ટ અટક્યો છે. આ રિપોર્ટ આવતા સોમવારે મળી શકે તેમ લાગે છે.

આરટીઓનો રિપોર્ટ વાયા ટ્રાફિક પોલીસ એટલે કે સંયુકત રિપોર્ટ હશે! દરમ્યાન એએમટીએસના બસ અકસ્માતનું ખરું કારણ હજુ સુધી જાણવા ન મળ્યું હોઇ એએમટીએસના ચેરમેન પણ અકળાયા છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

18 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

18 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

18 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

18 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

18 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

18 hours ago