Categories: Gujarat

આસ્ટોડિયા રોડ બીઆરટીએસ કે પછી એએમટીએસ કોરિડોર?

અમદાવાદ: અમદાવાદીઓમાં એક સમયે ઝડપ, સ્વચ્છતા અને નિયમિતતા માટે વખણાતી બીઆરટીએસ બસ સેવા હવે દિવસે દિવસે કથળતી જાય છે. બીઆરટીએસ બસનું ઓપરેશન અધિકારીઓ ફક્ત ઓફિસમાં બેસીને કરતા હોઇ ઉતારુઓની મુશ્કેલીમાં વધારો જ થઇ રહ્યો છે. તેમાં પણ બીઆરટીએસનો આસ્ટોડિયા રોડ કોરિડોર તો ફક્ત કહેવા પૂરતો જ બીઆરટીએસ કોરિડોર છે કેમકે સમગ્ર કોરિડોરમાં એએમટીએસની બસ જ બીઆરટીએસની બસ કરતાં વધારે દોડી રહી છે.

પૂર્વ કમિશનરનો અર્બન ટ્રાન્સપોર્ટનો અખતરો બીઆરટીએસના આસ્ટોડિયા રોડ કોરિડોરને માટે ભારે પડ્યો છે. દાણાપીઠામાં આવેલા મ્યુનિ. મુખ્યાલયમાં બિરાજતા મેયર કમિશનર જેવા મહાનુભાવોની ઓફિસની સામે થઇને પસાર થતા બીઆરટીએસના આસ્ટોડિયા રોડ કોરિડોરનો એક પ્રકારે ફિયાસ્કો થયો છે. આસ્ટોડિયા રોડ કોરિડોર પરના સિગ્નલ હરહંમેશાં બંધ હોય છે, કોરિડોર બહાર રિક્ષાવાળાનાં તેમજ ખાનગી વાહનોનાં આડેધડ પાર્કિંગથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. મુખ્યાલયની રોડ પરની દીવાલ જ દબાણમુક્ત નથી.

તેમાં પણ ગત તા.ર૬ ડિસેમ્બર, ર૦૧૪થી આસ્ટોડિયા રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા તંત્રે એએમટીએસની રૂટ નંબર ૩૩,૭ર,૧૪ર શટલ સહિતની કુલ ૩પ ‌બસ શરૂ કરતાં આસ્ટોડિયા રોડ બીઆરટીએસ કોરિડોરની રોનક જ ગાયબ થઇ ગઇ છે. કોરિડોર બહારનાં દબાણોને દૂર કરવામાં નિષ્ફળ કોર્પોરેશન અને ટ્રાફિક પોલિસની ઘોર બેદરકારીથી ‘અર્બન ટ્રાન્સપોર્ટ’ના રૂડાં રૂપાળાં નામથી એએમટીએસની બસ બીઆરટીએસ કોરિડોરમાં દાખલ કરાયા બાદ આજે બે વર્ષના ટૂંકા ગાળામાં એએમટીએસ બસની કુલ ૧પ રૂટની ૧૦૯ બસ થઇ છે. જ્યારે બીઆરટીએસની ફક્ત ત્રણ રૂટની કુલ ૪પ બસ દોડાવાઇ રહી છે.

બીઆરટીએસ કરતાં એએમટીએસની બસ વધારે થવાથી કોરિડોરની સિક્યોરિટી પણ જળવાતી નથી. ખાનગી સિક્યોરિટીના ગાર્ડ બહારના વાહનોને કોરિડોરની અંદર ઘૂસતા રોકી શકતા નથી. આનુ કારણ એએમટીએસ બસની સતત અવરજવર છે. આ બસને કોરિડોરમાં પ્રવેશ આપવા દોરડા કે અન્ય બેરિકેડસની આડસ દૂર કરતાંની સાથે જ ટુ વ્હીલરો વગેરે અંદર ઘૂસી જાય છે. જો કે આ પ્રશ્ને બીઆરટીએસ અને એએમટીએસ વચ્ચે સંકલનનો અભાવ હોઇ ચુંટાયેલા પાંખ પણ ખુલ્લી આંખે તમાશો જોવામાં માને છે.

AMTS અને BRTS બસ રૂટ-બસ સંખ્યા
એમટીએસ ઃ રૂટ નંબર ૧પ૧-૧૦ બસ • રૂટ નંબર ૧૩/૧-૧ર બસ • રૂટ નંબર ૧પ૧/૩, ૧પ૧/૩ શટલ-૧૪ બસ • રૂટ નંબર ૧પ૧/૪-૬-બસ • રૂટ નંબર ૧૩/૧-૧ર બસ • રૂટ નંબર ૧૩/૧ શટલ-૧ર બસ • રૂટ નંબર ૭ર-૧૩ બસ • રૂટ નંબર ૩૩ -૧ર બસ • રૂટ નંબર ૧ર૩-ર બસ • રૂટ નંબર ૧ર૩ શટલ-પ બસ • રૂટ નંબર ૧૪ર, ૧૪ર/શટલ-૯ બસ • રૂટ નંબર પર/ર-૧ર બસ • રૂટ નંબર ૧૪૪/૧-૬ બસ કુલ ૧પ રૂટ ૧૦૯ બસ
બીઆરટીએસ ઃ રૂટ નંબર ૮-રર બસ • રૂટ નંબર ૯-૧ર બસ • રૂટ નંબર ૧૧-પ બસ કુલ ૩ રૂટ ૪પ બસ
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago