બીટકોઇન કેસમાં અમરેલીના SP જગદીશ પટેલની CIDએ મોડી રાત્રે કરી ધરપકડ

સુરતના 12 કરોડના બિટકોઈન કેસમાં CID ક્રાઈમે મોડી રાત્રે 12 વાગે અમરેલીના SP જગદીશ પટેલની અટકાયત કરી હતી. શનિવારે તેમને સીઆઈડી ક્રાઈમે નિવેદન આપવા માટે ગાંધીનગર બોલાવાયા હતા પરંતુ તેઓ હાજર નહીં થતાં રવિવારે મોડી રાત્રે CID ક્રાઈમની ટીમ તેમના સરકારી બંગલે પહોંચી હતી. ત્યાંથી અટકાયત કરી હતી.

હવે જગદીશ પટેલને ગાંધીનગર લવાયા છે. જગદીશ પટેલની પૂછપરછમાં નવા ખુલાસા થાય તેવી પુરી શકયતા છે. જગદીશ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ રજિસ્ટરમાં પણ CID ક્રાઈમમાં નોંધ કરી છે કે એસપી જગદીશ પટેલને પૂછપરછ માટે લઈ જવાયા છે.

અગાઉ આ કેસમાં CID ક્રાઈમ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ સહિત સુરતના વકીલની ધરપકડ કરી હતી. સુરતના વકીલે પૂછપરછમાં તેઓ આ કેસ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, એસપી જગદીશ પટેલના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

જેને આધારે CID ક્રાઈમે જગદીશ પટેલની અટકાયત કરી છે. આ કેસમાં PI અનંત પટેલની ટીમ સરકારી વાહનો લઈને બિટકોઈન જેના હતા તે શૈલેષ ભટ્ટને ગાંધીનગર બોલાવી તેમનું અપહરણ અને ખંડણી પણ માંગી હતી. શૈલેષ ભટ્ટના મોબાઈલ ટાવરો ચેક કરી પીઆઈ અનંત પટેલની ટીમ પહોંચી હતી.

You might also like