VIDEO: અમરેલીની શીતલ ફેક્ટરીમાં ભીષણ આગ, ધૂમાડાનાં ઉડ્યાં ગોટેગોટાં

અમરેલીઃ શહેરમાં આવેલી શીતલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાંની એક ઘટના સામે આવી હતી. એકાએક જ ફેક્ટરીમાં આગ લાગતાં ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. આ આગને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો પણ ફેક્ટરી ખાતે પહોંચી ગયો હતો. બે કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે હજી સુધી આ આગ લાગવાનું કારણ અકબંધ છે.

મહત્વનું છે કે અમરેલી જીઆઈડીસી ખાતે આવેલી શીતલ આઇસ્ક્રીમની ફેક્ટરીમાં સવારે એકાએક આગ લાગી ગઈ હતી. જો કે આ આગ પર ફાયરબ્રિગેડ ટીમ દ્વારા કાબુ મેળવાયો હતો. મહત્વનું છે કે શીતલ આઇસ્ક્રીમ એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે.

આ આગ લાગ્યાં બાદ ફેક્ટરીમાંથી ધૂમાડાનાં ચારે બાજુ ગોટેગોટા બહાર નીકળી રહ્યાં હતાં. જો કે સદ્દનસીબે આ આગને કારણે કોઈને પણ કોઇ જ જાનહાનિ કે ઈજા થયાનાં કોઈ જ સમાચાર પ્રાપ્ત થયાં નથી. આ આગ લાગવાની ઘટના દરમ્યાન ઘટના સ્થળે ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં.

You might also like