ફોટોમાં નજર આવતો આ શખસ અમિતાભ નથી તો કોણ?

અમિતાભ બચ્ચન હાલમાં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નું શૂટિંગ કરી રહ્યાં છે. મંગલવારે અમિતાભે એક બ્લોગમાં લખ્યું હતું કે તેની તબિયત ખરાબ છે. જો કે હવે બીગ બીની તબિયત સંપૂર્ણ સારી છે. પરંતુ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ફોટાને અમિતાભે કરેલ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ના કિરદારનો ફોટો બતાવામાં આવ્યો છે. ફોટમાં નજર આવતો શખસ અમિતાભ જેમ દેખાઇ રહ્યો છે. કોઇપણ શખ્સ પહેલી વાર આ ફોટો જોઇને કોઇપણ ધોકા ખાઇ શકે છે. આ ફોટો પર દરેક પ્રકારના રિએક્શન સામે આવી રહ્યાં છે.

ફોટામાં નજર પડી રહેલ આ શખસ કોણ?
ફોટામાં જોવા મળતો આ શખસ એક અફઘાની રિફયૂજી છે. ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં આ ફોટાને લઇને જાણકારી આપવામાં આવી છે. તેમાં જણાવામાં આવ્યું છે કે આ ફોટો 68 વર્ષના શાહબાજની છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 1981માં આ ફોટો ખેંચવામાં આવ્યો છે. ખરેખર એમ કહી શકાય કે આ ફોટો અમિતાભ બચ્ચનનો નથી.

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાંન’ ફિલ્મને લઇને બિગબી હાલ ચર્ચામાં છે. જો કે આધિકારીક વિગત સામે આવી નથી, પરંતે એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 1839ના ઉપન્યાસ ‘કોન્ફેશન્સ ઓફ એ ઠગ’ માંથી બનાવામાં આવેલ છે. આ આમિર અલી નામના ઠગ પર આધારિત છે, જેને અંગ્રેજ સરકારને ઘણી પરેશાન કરી હતી.

આમિર અલીનો રોલ આમિર ખાન કરી રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ ઇસ્માલ નામના વ્યક્તિનો રોલ કરી રહ્યાં છે. આમિર ખાન એક પઠાન છે. ઇસ્માલ તેને પોતાના દિકરાની જેમ રાખે છે અને મોટો કરે છે. આ ફિલ્મમાં અમિતાભ અને આમિર ખાનની જોડી સૌ પ્રથમ વખત ફિલ્મી પડદા પર જોવા મળશે. ફિલ્મમાં કેટરીના કૈફ, ફાતિમા શેખ, ઇલા અરુણ પણ જોવા મળશે.

You might also like