Categories: Entertainment

12 વર્ષ બાદ અમિતાભ બચ્ચનનો ખુલાસો, ફ્રીમાં કામ કર્યું હતું “બ્લેક” ફિલ્મમાં

નવી દિલ્લી: સંજય લીલા ભંસાલીની ફિલ્મ “બ્લેક”ને આ શનિવારે રીલીઝ થયે 12 વર્ષ થઈ ગયા છે અને આ તકે અમિતાભ વચ્ચન ઘણા જ લાગણીવશ થઈ ગયા હતા. આ ફિલ્મના રિલીઝ થયાના 12 વર્ષ પછી અમિતાભ વચ્ચને આ વાતનો ખુલાસો કર્યો છે કે તેમણે આ ફિલ્મ માટે કોઈ પૈસા નથી લીધા, કેમ કે ભંસાલી સાથે એવી ફિલ્મમાં કામ કરવું તેમના માટે ઘણી મહેનતનું કામ હતું.
અમિતાભે પોતાના બ્લોગ પર એક પોસ્ટ કરી હતી, સંજયનું કામ જોયા પછી તેમની સાથે કામ કરવા ચાહતા હતા અને જ્યારે તક મળી તો તેઓ ખુબ જ ખુશ થઈગયા. મેં ફિલ્મ માટે કોઈ પરિશ્રમ નથી કર્યો. એવી ફિલ્મનો હિસ્સો હોવો ઘણું મહેનતનું કામ હતું.

અમિતાભ વચ્ચન જેમની ઉંમર 74 વર્ષ છે તેમણે જણાવ્યું કે ફિલ્મ બની રહી હતી ત્યારે જ્યારે સેટ લગાવવામાં આવ્યો તો તે અને રાણી મુખર્જી, ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીના ઘરે ગયા અને તમામ દૃશ્યોનું ફરીથી શૂટિંગ કરવા તૈયાર થઈ ગયા. અમિતાભે લખ્યું કે શુટિંગ પહેલા દિવસથી જ બહુ ખાસ હતું. ભંસાલી મને પટકથા સંભળાવવા નાસિક આવ્યા હતા. તેમણે એક કાળી ફાઇલ વાંચવાનું શરૂ કર્યું અને કેટલાક વાક્યો વાંચ્યા પછી તેઓ રોકાઈ ગયા. અમિતાભે કહ્યું કે હું બહુ ખરાબ વાંચક છું, પટકથા તમે જ વાંચો. અને તમે તેઓ મુંબઈ માટે રવાના થઈ ગયા.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરે સંજય લીલા ભંસાલી સાથે સહાયક ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે અમિતાભ વચ્ચનને બેસ્ટ એક્ટર માટે નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Rashmi

Recent Posts

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

7 mins ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

24 mins ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

31 mins ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

32 mins ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

37 mins ago

રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આજથી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત

અમદાવાદ: આજથી અમદાવાદ સહિતની રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત કરાઈ છે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ આજથી લાગુ…

41 mins ago