ગઠબંધન તૂટ્યા બાદ જમ્મુની મુલાકાતે જશે અમિત શાહ, કાર્યકરોને કરશે સંબોધન

જમ્મૂ-કાશ્મીરમાં ભાજપા-પીડીપી ગઠબંધન સરકાર તુટી ગયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 23 જૂને જમ્મુ-કાશ્મીરના બે દિવસની મુલાકાતે જશે.

સૂત્રોને મળતી માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન રામ લાલ અને ડો. શ્યામ પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશનના નિદેશક ડો. અનીરબન ગાંગૂલી સાથે જમ્મુની મુલાકાત લેશે.

ગઠબંધન સરકાર ધ્વસ્ત થયા બાદ ઉભા થયેલા નવા ઘટનાક્રમ વચ્ચે અમિત શાહ પરેડ ગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તાની એક રેલીને સંબોધન કરશે. તે સિવાય અમિત શાહ જમ્મુ કન્વેશન સેન્ટરમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 65માં શહીદી દિવસ પર બુધ્ધિજીવી સંમેલનના આયોજનમાં ઉપસ્થિત રહેશે.

અમિત શાહ આ સંમેલનમાં સંબોધન કરશે. અમિત શાહ કાશ્મીરમાં પ્રજા પરિષદ આંદોલન પર આધારિક પુસ્તકનું વિમોચન કરશે. ભાજપની ચૂંટણી પ્રબંધન કમિટિ સાથે અમિત શાહ બેઠક યોજી રાજ્યની પરિસ્થિ અંગે ચિતાર મેળવશે. ત્યારબાદ અમિત શાહ ભાજપના નેતાઓ અને સંઘ પરિવારના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજશે. અમિત શાહ 23મીએ જમ્મુમાં રાત્રિ રોકાણ કરશે અને 24મીએ દિલ્હી પરત ફરશે.

You might also like