Categories: India

રાહુલના નિવેદન પર અમિત શાહે કાઢી કોંગ્રેસ અને રાહુલ ઝાટકણી

નવી દિલ્હીઃ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં સર્જિકલ સ્ટ્રાઇક માટે ભારતીય સેનાને શુભેચ્છા પાઠવી છે. સાથે જ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર નેતાઓની આકરી ઝાટકણી કરી છે. સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર કેજરીવાલ અને રાહુલ ગાંધીની અમિત શાહે આકરી ટીકાઓ કરી છે. સૌથી પેહલા કેજરીવાની ઝાટકણી કાઢતા કહ્યું કે તે પાકિસ્તાનમાં તેઓ હિટ થઇ ગયા છે. તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે આ વખતે સીમાઓ બાંધી દીધી. તો બતાવો તેમાં દલાલી કરવા જેવું શું છે. રાહુલનું નિવેદન સેનાનું મનોબળ તોડવા જેવું છે. સેના પર રાજનીતિ ન થવી જોઇએ.

શાહે કહ્યું કે આવા સમયે સમગ્ર દેશે આતંકવાદ સામે એક જૂથ થવાની જરૂર છે. તેવામાં રાહુલનું નિવેદન નિંદાજનક છે. કોંગ્રેસે પહેલાં મોતના સોદાગર, બાદમાં ઝેરની ખેતી અને હવે લોહીની દલાલીનો આરોપ અમારી પર લગાવ્યો છે. મને નથી ખબર કે આ બધા પાછળ આખરે શું રમત રમાઇ રહી છે. હું જાણવા માંગુ છું કે શું દલાલી શબ્દ સેના માટે વપરાયો છે,  જે દેશને બચાવવાનો પ્રયાસ કરે છે?  સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશ ગર્વ મહસૂસ કરે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ કેમ ગર્વ મહેસસૂ નથી  કરતા?

બીજેપી અધ્યક્ષે કહ્યું કે હું માનું છું કે સર્જિકલ સ્ટ્રાઇક પર રાજનીતિ ન થવી જોઇએ. પરંતુ અમે જાણીએ છીએ સેનાની આ ઉપલબ્ધિને લોકો સુધી પહોંચાડવી જોઇએ. પાકિસ્તાન દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકને નકારવા પર શાહે કહ્યું કે આવું નથી થયું તો પછી ત્યાં સ્પેશિયલ સેલ કેમ બોલાવવામાં આવી?  પુરાવા માંગનારા પર અમિતશાહ બોલ્યા કે જે તેના સબુત માંગે છે. તેમણે તેનું વિશ્લેષણ કરવું જોઇએ. ત્યાં હાલ જે થઇ રહ્યું છે તે આ વાતનો સૌથી મોટો પુરાવો છે.

Navin Sharma

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

23 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

23 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

23 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

23 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

23 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

23 hours ago