Categories: India

સોનિયા-રાહુલ આસામમાં ઘૂસણખોરી અંગે નિવેદન આપેઃ અમિત શાહ

ગૌહાટી: આસામ વિધાનસભાની ચૂંટણીની પ્રચાર રેલીને સંબોધતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે જો તેમનામાં તાકાત હોય તો આસામમાં થઈ રહેલી ઘૂસણખોરી અંગે નિવેદન આપે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આસામમાં ભાજપ ગઠબંધનની સરકાર આવશે તો તેઓ બાંગ્લાદેશની સરહદને સીલ કરી ઘૂસણખોરી પર અંકુશ લાવશે. શાહે આસામના નાઓબોઈચા,ધકુઆખાના,સોતિયા અને ઢેકિયાજુલીમાં રેલીને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આસામમાં અેનડીઅેની સરકાર રચાશે તો બાંગ્લાદેશ સાથે રાજ્યની જોડાયેલી સરહદ પર ઘૂસણખોરી રોકી સરહદને સીલ કરવામાં આવશે.તેમણે સોનિયા ગાંધી અને રાહુલને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે તેમનામાં હિંમત હોય તો અેકવાર બોલે કે તેઓ આસામમાં ઘૂસણખોરી પર સંપૂર્ણ અંકુશ લાવી દેશે.

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં અમે આસામને દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય બનાવવા માગીઅે છીઅે. તેમજ અે ફોર આસામની કલ્પનાને સાકાર કરવા માગીઅે છીએ. તેમણે આસામની પૂર્વ સરકારો પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જો આ સરકારે રાજ્યની પારંપરિક સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આસામ ભારતનું મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર બન્યું હોત.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

23 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

23 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

23 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

23 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

23 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

23 hours ago