અમિષાઃ ક્યારેક હિટ, ક્યારેક ફ્લોપ

અમિષા પટેલ હાલમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને સમયાંતરે પોતાના ફોટા પોસ્ટ કરીને ફેન્સની વચ્ચે રહે છે. ક્યારેક ક્યારેક તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં પણ આવે છે. થોડા દિવસ પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તે સફેદ કલરના ટોપમાં હોટ દેખાતી હતી.

આ ફોટો ઘણા બધા લોકોએ પસંદ કર્યો, પરંતુ તેની સાથે બ્લેક ડ્રેસવાળો ફોટો શેર કર્યો ત્યારે લોકોએ તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. અસલમાં ફોટામાં તેનો પોઝ થોડો અશ્લીલ લાગતો હતો. કેટલાકે આ ફોટા પર વાઉ અને અમેઝિંગ લખ્યું હતું તો કેટલાકે કોમેન્ટ કરી હતી કે મેડમ, થોડી તો શરમ કરો. આવા સંજોગોમાં સોશિયલ મીડિયા પરની સક્રિયતા પણ તેની કરિયરની જેમ જ ક્યારેક હિટ, ક્યારેક ફ્લોપ રહી છે.

અમિષાએ જેટલી ઝડપથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ મેળવી હતી તેનાથી બધાં વાકેફ છે. ‘કહો ના પ્યાર હૈ’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. ઋત્વિક રોશન સાથે અમિષાને આ ફિલ્મમાં લેતાં પહેલાં નિર્માતા-નિર્દેશક રાકેશ રોશને પણ કરીના કપૂરનું નામ નક્કી કરી લીધું હતું, પરંતુ કરીનાની માતા બ‌િબતાએ રાકેશની આ ઓફરને ઠુકરાવી દીધી ત્યારે રાકેશે અમિષાને ફિલ્મમાં કામ આપ્યું હતું.

૨૦૦૧માં ‘ગદર’ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર સ્પેશિયલ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી દીધા હતા. ૨૦૦૨માં આવેલી ફિલ્મ ‘હમરાઝ’માં ફરી એક વાર તેને ઉમદા અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું. •

You might also like