AMTSને પ્રાઇવેટ ઓપરેટરોથી આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ખાનગીકરણને સતત પ્રોત્સાહન અપાઇ રહ્યું હોઇ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ ખાનગીકરણથી બાકાત નથી. શહેરના રસ્તા પર દરરોજ દોડતી આશરે ૭૦૦ બસ પૈકી ૬૧૦ જેટલી બસ તો પ્રાઇવેટ ઓપરેટરોની છે.

આ પ્રાઇવેટ ઓપરેટરોની બસના રર્નિંગ સ્ટાફના ઉદ્ધત વર્તનથી તો ઉતારુઓ પરેશાન છે, પરંતુ સંસ્થા દ્વારા પ્રાઇવેટ ઓપરેટરોને રોડ પર બસ ફરતી મૂકવા માટે કરોડો રૂપિયા ચૂકવાતા હોવા છતાં પણ તેનાથી તંત્રની તિજોરીને કોઇ જ પ્રકારનો આર્થિક લાભ થતો નથી.

આના બદલે પ્રાઇવેટ ઓપરેટરોના કારણે એએમટીએસ સંસ્થાની આમદની અઠન્ની અને ખર્ચા રૂપૈયા જેવી કફોડી હાલત થઇ છે. એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા બસના સંચાલનમાં સંસ્થાની બસનો કાફલો ક્રમશઃ ઘટાડવાના પગલે હાલના તબક્કે દરરોજની સો બસ પણ રસ્તા પર દોડતી નથી.

સંસ્થાના ડ્રાઇવરને ફાયર બ્રિગ્રેડનાં વાહન ચલાવવા સહિતના અન્ય વિભાગમાં ખસેડાઇ રહ્યા છે. બીજી તરફ નવી રપ૦ બસનું સંચાલન પણ પ્રાઇવેટ ઓપરેટરને સોંપવા માટેનાં ચક્રો ગતિમાન થઇ ચૂક્યાં છે. પ્રાઇવેટ ઓપરેટરોને પોતાની બસ રોડ પર ફરતી મૂકવા માટે સત્તાવાળાઓ પ્રતિકિમી રૂ.૩૮થી લઇને રૂ.પ૦ સુધીનો જબ્બર ભાવ ચૂકવાઇ રહ્યો છે.

ફક્ત આઠ મિની બસમાં જ પ્રાઇવેટ ઓપરેટરને સૌથી ઓછા રૂ.૧૯.૯ર ચૂકવાય છે, જોકે આઘાતજનક બાબત એ છે કે સત્તાધીશોના લાડકવાયા પ્રાઇવેટ ઓપરેટરોથી સંસ્થાની તિજોરીને તો સતત જંગી ખોટ ખાવી પડે છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના પહેલા ત્રણ મહિનાના એટલે કે એપ્રિલથી જૂન મહિના સુધીમાં એએમટીએસ સંસ્થા દ્વારા પ્રાઇવેટ ઓપરેટરોને રૂ.૪૧ કરોડ ચૂકવાયા હતા.

આની સામે સંસ્થાને માત્ર અને માત્ર રૂ.૧૯ કરોડની આવક થઇ હતી એટલે કે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનાના સમયગાળામાં જ એએમટીએસ સંસ્થાને રૂ.રર કરોડ જેટલી માતબર રકમની ખોટ સહેવી પડી છે.

જાણકાર સૂત્રો કહે છે, સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન પ્રાઇવેટ ઓપરેટરોની બસ દોડાવવાના તંત્રના તરંગ-તુક્કાથી રૂ.૧૬૦ કરોડનું આર્થિક નુકસાન થઇ રહ્યું છે.

બીજી તરફ છેલ્લાં દશ વર્ષથી શાસકો શહેરમાં ૧૦૦૦ બસ દોડાવવાનાં બણગાં ફૂંકી રહ્યા છે. આ સંજોગોમાં પ્રાઇવેટ ઓપરેટરોને સંસ્થાના આર્થિક હિતને અવગણીને કેટલાક અધિકારીઓ દ્વારા કરાતાં લાડકોડને જો સત્તાધીશો દ્વારા અટકાવાયાં હોત તો અત્યાર સુધીમાં સંસ્થાની માલિકીની ૧૦૦૦ બસ ક્યારનીય રોડ પર ફરતી થઇ ગઇ હોત અને સંસ્થાના રનિંગ સ્ટાફને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગમાં ખસેડવાની નોબત ન આવી હોત તેમ પણ જાણકાર સૂત્રો વધુમાં કહે છે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

5 mins ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

55 mins ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

2 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

3 hours ago