Categories: World

અમેરિકાના કેરોલિનાની સ્કૂલમાં ફાયરિંગઃ પાંચને ઈજા

ટાઉનવિલે: અમેરિકાના દક્ષિણ વિસ્તારમાં આવેલા કેરોલિનાની એક એ‌િલમેન્ટરી પ્રાથમિક સ્કૂલમાં ગઈ કાલે મોડી સાંજે થયેલા ફાયરિંગમાં ત્રણ શિક્ષક અને બે વિદ્યાર્થીને ઈજા થઈ હોવાનું જણાવાયું છે. આ ફાયરિંગ કરવાના કેસમાં એક શંકાસ્પદ કિશોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  આ અંગે સૌથી પહેલાં કાનૂન પ્રવર્તન અધિકારીને સ્કૂલમાં ફાયરિંગ થયાની જાણ થઈ હતી. ન્યૂઝ મીડિયા નામની એક એજન્સીએ એન્ડરસન કાઉન્ટીની શેરિફ ઓફિસના અધિકારી લેફ. શૈલ કોલના સમર્થનથી જણાવ્યું હતું કે આ ફાયરિંગ અન્ડરસન કાઉન્ટીની ટાઉનવિલે એ‌િલમેન્ટરી સ્કૂલમાં ગઈ કાલે મોડી સાંજે થયું હતું. ડબલ્યુવાઈએફએફ ટીવીના અહેવાલ અનુસાર ફાયરિંગની આ ઘટના બાદ સ્કૂલના વિદ્યાર્થીઓને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને નજીકના એક ચર્ચમાં રાખવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામ બાળકો સુરક્ષિત છે. આ સ્કૂલ જ્યોર્જિયા રાજ્યની સરહદ પાસે આવેલી હોવાનું જણાવવામાં આવે છે અને તેમાં 286 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓને ઈજા થઈ છે તેમને કોઈ વધુ ખતરો નથી અને તેમને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે અધિકારીઓની એક ટીમે ખતરાની આશંકાથી સ્કૂલની તલાશી લીધી હતી. તપાસ અધિકારી આ સ્કૂલથી અઢી કિલોમીટર દૂરથી મળેલી એક લાશની પણ તપાસ કરી રહ્યા છે.

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

3 mins ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

31 mins ago

પંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી

ગન પોઇન્ટ પર ઇનોવા કારની લૂંટ બાદ ખુફિયા એજન્સીએ જૈશ-એ-મોહમ્મદનાં સાત આતંકીઓની પંજાબમાં ઘૂસવાની સંભાવના દર્શાવી છે. કાઉન્ટર ઇન્ટેલીજન્સનાં આઇજીએ…

1 hour ago

વિનય શાહની અન્ય ઓડિયો ક્લિપ વાઇરલ, “90 લાખ રૂપિયા જે.કે. ભટ્ટને આપ્યાં છે, એને નહીં છોડું”

અમદાવાદઃ એકનાં ડબલ કરી આપવાની લાલચ આપીને 260 કરોડની છેતરપિંડી કરનાર વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂતની વધુ એક ઓડિયો ક્લિપ…

1 hour ago

આજે ફૂટબોલર રુની ઈંગ્લેન્ડ તરફથી રમશે ‘વિદાય’ મેચ

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વેઇન રુની આજે અમેરિકા સામે ફ્રેન્ડલી મેચમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વાપસી કરશે, જોકે તે રાષ્ટ્રીય…

2 hours ago

IPL-2019: ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ખેલાડીઓને કર્યા રિલીઝ

ચેન્નઈઃ ગત આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગઈ કાલે જાહેરાત કરી છે કે આઇપીએલની ૨૦૧૯ની સિઝન માટે ૨૨ ખેલાડીઓને…

2 hours ago