H-1B: PM મોદીના દરેક પ્રયત્નોને અમેરિકાએ આપ્યો કરારા ઝટકો

વોશિંગ્ટન: ભારતના તમામ પ્રયાસો છતાં અમેરિકાએ H-1B વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ ને 6 મહીના માટે સસ્પેન્ડ કરી દીધી છે. આ પહેલા નેસ્કોમના કેટલાક સભ્યો અને વિદેશ સચિવ એસ. જયશંકરના નેતૃત્વમાં કેટલાક અધિકારીઓએ અમેરિકામાં જઇને આ બાબત પર ભારતનો પક્ષ મૂક્યો હતો. એની ઉપર અમેરિકાએ કહ્યું હતું કે H-1B વિઝાનો મુદ્દો એમની પ્રાથમિક્તામાં નથી, જો કે એ એમના ઇમિગ્રેશન સુધારવાની વ્યાપક નીતિનો ભાગ છે. આ આશ્વાસન બાદ પણ અમેરિકાએ H-1B વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગને સસ્પેન્ડ કરી દીધી છે.

ગત મહિને જ પીએમ મોદીએ અમેરિકાના સાસંદોના પ્રતિનિધિમંડળ સાથે મીટિંગમાં H-1B વિઝાને લઇને સકારાત્મક વલણ અપનાવા માટે અપીલ કરી હતી. મોદીએ રાષ્ટ્રપતિ ટ્રંપની સાથે થયેલા સકારાત્મક વાતચીતને યાદ કરતાં છેલ્લા અઢી વર્ષમાં ગાઢ થયેલા દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા માટે જણાવ્યું હતું

પ્રીમિયમ પ્રોસેસિંગ દ્વારા H-1B વિઝાની અર્જીઓની પ્રક્રિયાને ઝડપથી ચલાવવામાં આવે છે. આ સસ્પેન્શન એવા સમયે થયું છે, જ્યારે ભારતના પ્રતિનિધિમંડળએ હાલમાં જ અમેરિકા જઇને ટ્રંપ પ્રશાસન સાથે મુલાકાત કરીને આ મુદા પર તાર્કિક રીતે વિચારવા માટેનીસલાહ આપી હતી. સામાન્ય રીતે H-1B વિઝાને મંજૂરી મળવાના 3 થી 6 મહિના સુધી નો સમય લાગે છે. પરંતુ કંપનીઓ તરફથી 1,225 ડોલરની પ્રીમીયમ ચૂકવણી પર એને 15 દિવસની અંદર જ રજૂ કરી દેવામાં આવે છે. અમેરિકાએ આ વ્યવસ્થાને 6 મહિના સુધી સસ્પેન્શ કરી દીધું છે.

રસપ્રદ વાત તો એ છે કે ટ્રંપ પ્રશાસનનો આ નિર્ણય એવા સમયે આવ્યો, જ્યારે થોડાક કલાકો પહેલા જ વિદેશ સચીવ એસ. જયશંકર અને કોમર્સ સેક્રેટરી રીતા તેવતિયાએ મુલાકાત કરી હતી. બંને અધિકારીઓએ ટ્રંપ પ્રશાસન સાથે મીટીંગમાં કહ્યું હતું કે H-1B વિઝાનો મુદાને ટ્રેડ અને સર્વિસ સાથે જોડીને જોવો જોઇએ, આ ઇમિગ્રેશનથી અલગ છે.

આ વચ્ચે અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના 4 સાંસદોએ H-1B અને L-1 વર્ક વિઝામાં સુધારાને લઇને બીલ રજૂ કર્યું છે. આ બીલમાં વિદેશી કંપનીઓ દ્વારા H-1B વિઝા નિયમોનું ઉલ્લંઘન પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે.

http://sambhaavnews.com/

You might also like