VIEDO ક્રૂ મેમ્બર માટે મુસાફરને આ રીત ઢસડીને વિમાનમાંથી ઉતાર્યો

સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક મુસાફરને જબરજસ્તી ઢસડીને વિમાનમાંથી ઉતારવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ એરલાઇન્સની ખૂબ જ ટીકા થઇ રહી છે. આ ઘટના અમેરિકાની યૂનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટની છે. મળતી માહિતી મુજબ છેલ્લાં એક મહિનામાં આ રીતની બે ઘટના બની છે.

મુસાફરને વિમાનમાંથી એટલે ઉતારવામાં આવ્યો, કારણકે વિમાનમાં એરલાઇન્સ ક્રૂ માટે બેસવાની જગ્યા ન હતી, યૂનાઇટેડ ફ્લાઇટ 3411 શિકાગોથી લુઇસવિલે જઇ રહી હતી. ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ સમાચાર ટોપ ટ્રેન્ડ બની ગયા છે. એરલાઇન્સ ક્રૂના અન્ય સભ્યને વિમાનમાં મુસાફરી કરવી હતી. જેથી સુરક્ષાકર્મીએ મુસાફરને વિમાનમાંથી ઢસડીને બહાર નિકાળ્યો આ દરમ્યાન એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો હતો. જો કે આ મામલે હોબાળો થતા એરલાઇન્સે માંફી માંગી હતી. તેમણે કહ્યું કે ફ્લાઇટ ઓવર બુક હતી.

અમારા કર્મચારીએ લોકોને ઉતરવા અંગે અપીલ કરી હતી. જ્યારે જે વ્યક્તિને ઢસડીને ઉતારવામાં આવ્યો તેણે કહ્યું કે એક સુરક્ષા કર્મીએ તેની પાસે આવ્યો અને તેને જબરજસ્તી પ્લેનમાંથી ઢસડીને લઇ ગયો જેના કારણે મને વાગ્યું પણ ખરૂ અને મારા મોઢામાંથી લોહી પણ નિકળ્યું હતું. આ પહેલા પણ આ એરલાઇન્સે બે છોકરીઓને તેના પહેરવેશને કારણે વિમાનમાંથી ઉતારી મૂકી હતી.

http://sambhaavnews.com/

You might also like