AMC પોતાના સ્ટાફની ખાતાકીય તપાસ માટે બહારથી ઇન્કવાયરી ઓફિસર નિમશે

અમદાવાદ:  તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ પ્રકારનાં ભ્રષ્ટાચાર શહેરભરમાં ગાજી રહ્યા છે. તેમાં પણ રસ્તાનાં કામના કૌભાંડથી તંત્રની આબરૂના લીરા ઉડ્યા છે. આ સંજોગોમાં સત્તાવાળાઓએ મ્યુનિસિપલ સ્ટાફ વિરૂદ્ધની ખાતાકીય તપાસ માટે બહારથી ઇન્કવાયરી ઓફિસર નીમવાની દિશામાં ચક્રો ગતિમાન કરતા નવો વિવાદ જાગ્યો છે.

તંત્રના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગ દ્વારા મ્યુનિસિપલ કર્મચારી અને અધિકારી વિરૂદ્ધની ખાતાકીય તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સરકારી નિગમ તથા અમદાવાદ કોર્પોરેશનની વર્ગ-૧ની કક્ષામાંથી નિવૃત્ત થયેલ અધિકારી તથા લેબરકોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ તથા અન્ય કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશમાંથી ઉચ્ચક વેતનથી ઇન્કવાયરી ઓફિસરની નિમણુંક કરવાની દિશામાં કવાયત આરંભાઇ છે.

આ ઇન્કવાયરી ઓફિસરને ગેરહાજરીના કેસમાં રૂ.૧પ૦૦ એક સાક્ષી તપાસવાના કેસમાં રૂ.રરપ૦ બે થી પાંચ સાક્ષી તપાસના કેસમાં રૂ.૩૭પ૦ અને પાંચ કે તેથી વધુ સાક્ષી તપાસના કેસમાં રૂ.પરપ૦ મુજબ વેતન ચુકવાશે. જોકે મ્યુનિસિપલ તંત્રની આ જાહેરાત ભારે વિવાદાસ્પદ બની છે. જાણકાર સૂત્રો કહે છે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગમાં લાંબા સમયથી સ્ટાફની અછત છે. એક આસિસ્ટન્ટ મેનેજરને ચાર મહિના અગાઉ અન્યત્ર આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે નિમણુંક અપાતા આ જગ્યા ખાલી પડી છે.

અા વિભાગ પાસે પાંચ વેલ્ફર ઓફિસર હોવા જોઇએ. પરંતુ તેમાં પણ બે વેલ્ફેર ઓફિસરની ઘટ છે. કલેરીકલ સ્ટાફમાં શિડ્યુલ મુજબ ત્રણ હેડ કલાર્ક, ચાર સિનિયર કલાર્ક અને ચાર જુનિયાર કલાર્ક હોવા જોઇએ પરંતુ કલેરીકલ સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં નથી. ચાર વર્ષથી એક આસિસ્ટન્ટ મેનેજરને લેબર ઓફિસરનો ચાર્જ સોંપાયો છે. આમ મ્યુનિસિપલ સ્ટાફ વિરુદ્ધની ખાતાકીય તપાસમાં ઇન્ડસ્ટ્રીયલ વિભાગ પાસે પુરતો સ્ટાફ ન હોઇ જે તે કેસની તપાસમાં પ્રગતી થઇ શકતી નથી.

You might also like