Categories: Gujarat

મ્યુનિ. માન્ય શ્રમિકોને જ હવે સફાઈ માટે નોકરીએ રાખી શકશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘનકચરાના નિકાલની ડોર ટુ ડમ્પની કામગીરીમાં કચરો વીણનારા શ્રમિકોને પણ સાંકળી લેવાશે. શહેરભરની હાઇરાઇઝ બિલ્ડિંગ કે કોર્પોરેટ હાઉસ જેવાં કોમર્શિયલ સેન્ટરમાં દરરોજ કચરાનું એકત્રીકરણ કરીને આ કચરો કોન્ટ્રાક્ટરની ગાડી સુધી પહોંચતો કરવા માટે કોર્પોરેશન માન્ય કચરો વીણનારાઓને જ નોકરીએ રાખવા પડશે.

કોર્પોરેશન દ્વારા આગામી પાંચ વર્ષ માટે ડોર ટુ ડમ્પની કામગીરી સોંપવા બાબતનાં નવાં ટેન્ડર બહાર પડતાં વિવાદો ઊઠ્યા હતા. એક સામા‌િજક સંસ્થાએ ટેન્ડરની શરતોને જોતાં આ કામગીરીમાંથી પોતાનો એકડો નીકળી જાય છે તેવી હાઇકોર્ટમાં રજૂઆત કરતાં સમગ્ર મામલો કોર્ટ આધીન થયો હતો, જેના કારણે હાઇકોર્ટે ટેન્ડરની શરતો યથાવત્ રાખીને આ સામા‌િજક સંસ્થા જેવી સંસ્થાઓને જે તે વોર્ડની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સાથે સાંંકળી લેવાનો તંત્રને આદેશ આપ્યો હતો.

જેના આધારે કોર્પોરેશને કચરો વીણનારા શ્રમિકો, એનજીઓ, કો-ઓપરે‌િટવ સોસાયટી, સેલ્ફ હેલ્પ ગ્રૂપ એસોસિયેશન પાસેથી નોંધણી ફોર્મ મંગાવવાની કામગીરી હાથ ધરી છે. આવા આશરે રપ૦૦ જેટલા શ્રમિકોની સત્તાવાર યાદી તૈયાર કરાશે અને ર‌િજસ્ટર્ડ શ્રમિકોને જ હાઇરાઇઝ બિલ્ડિંગ કે કોર્પોરેટ હાઉસ જેવાં સેક્ટરોએ કચરો એકઠો કરવાની ફરજ સોંપવી પડશે તેમજ આ શ્રમિકોને કેન્દ્રીય ધોરણ મુજબ દૈનિક રૂ.૩૧પનું ભથ્થું ચૂકવવું પડશે.

દરમ્યાન શહેરમાં દરરોજ ૧ર૦૦ થી ૧પ૦૦ મે‌િટ્રક ટન જેટલો ડોર ટુ ડમ્પનો કચરો ઉત્પન્ન થતો હોઇ પ્રત્યેક મે‌િટ્રક ટન ઘનકચરાના પીરાણા ડ‌િમ્પંગ સાઇટમાં નિકાલ માટે કોર્પોરેશન અંદા‌િજત રૂ.૭૦૦ ચૂકવે છે, જોકે હાલના કોન્ટ્રાક્ટરોની આ કામમાં મોનોપોલી રહી છે. દરમ્યાન નવા ટેન્ડરમાં ૧પ૦૦ ઘરદીઠ એક ગાડી પ્રમાણે વોર્ડદીઠ ૧૬ થી ર૦ ગાડી ફાળવવા જેવી નવી શરતો મુકાઇ છે તેમજ છ ઝોનના ૪૮ વોર્ડ માટે બાર કોન્ટ્રાક્ટરને કામગીરી અપાશે. નવાં ટેન્ડર આવી ગયાં હોઈ આગામી એક મહિનામાં ડોર ટુ ડમ્પની નવી અને અસરકારક કામગીરીનો ધમધમાટ ચાલુ થઇ જશે તેવો દાવો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે કર્યાે છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

9 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

10 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

11 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

12 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

12 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

12 hours ago