Categories: Gujarat

છેલ્લાં પાંચ વર્ષમાં કોર્પોરેશને ૪૧ પબ્લિક ટોઈલેટ તોડી નાખ્યાં

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે. સ્વચ્છ ભારત અંતર્ગત પબ્લિક ટોઇલેટના ઉપયોગ માટે વોલન્ટિયર ગ્રૂપ સાથે વિવિધ કાર્યક્રમ કરે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પેઇન્ટિંગની કામગીરી કરાય છે. બીજી તરફ ચૂંટાયેલી પાંખના દબાણ આગળ નમતું જોખીને છેલ્લાં પાંચ વર્ષમાં તંત્રએ ૪૧ પબ્લિક ટોઇલેટને તોડી નાખ્યાં છે.

કોર્પોરેશનના સત્તાવાર રિપોર્ટ મુજબ ગત તા.ર સપ્ટે., ર૦૧૬ની સ્થિતિએ મેયર ગૌતમ શાહના નારણપુરા વોર્ડ, રાણીપ, કાળી, સાબરમતી, પાલડી, સ્ટેડિયમ, થલતેજ, ઘાટલોડિયા, અસારવા, દરિયાપુર, શાહીબાગ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, સરસપુર, રખિયાલ અને ખાડિયા વોર્ડમાં કુલ ૪૧ પબ્લિક ટોઇલેટનેે તોડી નખાયાં છે. હેલ્થ કમિટીની પ્રત્યેક બેઠકમાં કોર્પોરેટરોની ભલામણથી જે તે પબ્લિક ટોઇલેટને હટાવી લેવાની બેથી ત્રણ દરખાસ્ત હોય જ છે.

કોઇ બિલ્ડરની સ્કીમ કે કોઇ શો-રૂમની આસપાસ પબ્લિક ટોઇલેટ આંખને અરુચિકર લાગે તો તત્કાળ જે તે વોર્ડના કોર્પોરેટરોની પેનલ તેને તોડી નાખવાની તંત્રને ભલામણ કરે છે. છેલ્લે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં પણ ગોમતીપુર અને સરસપુર-રખિયાલ વોર્ડના પબ્લિક ટોઇલેટને તોડીને દૂર કરવાની દરખાસ્તને મંજૂર કરાઇ હતી. શહેરમાં પબ્લિક ટોઇલેટ ઘટી રહ્યાં છે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે પબ્લિક ટોઇલેટની સફાઇનો ખર્ચ વધી રહ્યો છે. શહેરનાં તમામ હયાત પબ્લિક ટોઇલેટ ગંદાં-ગોબરાં હોવા છતાં મ્યુનિ. તિજોરીમાંથી ખાનગી કોન્ટ્રાક્ટરોને દર વર્ષે રૂ. અઢી કરોડ સાફ-સફાઇ માટે અપાઇ રહ્યા છે. આ તો ઠીક સોનીની ચાલ ઓવરબ્રિજ નીચેના પબ્લિક ટોઇલેટમાંથી દારૂની કોથળીઓ મળી આવે છે. પરિણામે તંત્રને તેની ડિઝાઇન બદલવાની ફરજ પડે છે!

તાજેતરમાં હેલ્થ કમિટીએ પૂર્વ ઝોનના પબ્લિક ટોઇલેટની સાફ-સફાઇનાે રૂ. ૭પ લાખનાે વાર્ષિક કોન્ટ્રાક્ટ રોનક ટ્રેડર્સને સોંપીને વિવાદના નવાં વમળ સર્જ્યાં છે. આમ, પબ્લિક ટોઇલેટ તોડવાના અને તેની સાફ-સફાઇના પણ કોર્પોરેશનમાં ખુલ્લેઆમ કૌભાંડ ચાલી રહ્યાં છે.
visit : www.sambhaavnews.com

divyesh

Recent Posts

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

1 min ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

4 mins ago

પુરુષ બ્લડ ડોનરને પૂછવામાં આવશેઃ ‘તમે ગે તો નથી ને?’

મુંબઇ: બ્લડ ડોનેટ કરનાર ડોનરે હવે કેટલાક વધુ સવાલના જવાબ આપવા પડશે. આ સવાલ તેમના જાતીય જીવનને લઇ હશે, જેમ…

11 mins ago

ઈ-ટ્રાન્સપોર્ટઃ 60,000થી વધુ પેટ્રોલ પંપ, ઈ-ચાર્જિંગ સ્ટેશન માત્ર 350

નવી દિલ્હી: એક બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. બીજી બાજુ વાહનોથી થતું પ્રદૂષણ સતત વધી રહ્યું…

17 mins ago

ડ્રગ્સ છોડવા જેટલું જ મુશ્કેલ છે જંક ફૂડ છોડવું

ન્યૂયોર્ક: જંક ફૂડ છોડવાની અસર ડ્રગ્સ છોડવા જેવી થઇ શકે છે. મિ‌શિગન યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તેમાં કહેવાયું…

31 mins ago

શ્રાદ્ધમાં પિતૃઓને પસંદ પકવાન બનાવવાથી પિતૃ થાય છે પ્રસન્ન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન…

40 mins ago