Categories: Gujarat

મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ એટલે ફૂલગુલાબી આંકડાઓની માયાજાળ

અમદાવાદ: મેગા સિટી અમદાવાદના શાસક ભાજપ પક્ષ દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮નું રૂ.૬પપ૧ કરોડનું જંબો બજેટ તૈયાર કરાયું છે. દર નાણાકીય વર્ષે આ બજેટનું કદ વધતું જાય છે. શાસકો દ્વારા નાગરિકોને અનેક પ્રકારના સપનાં બતાડવામાં આવે છે, પરંતુ કોર્પોરેશનનું બજેટ ફૂલગુલાબી આંકડાઓની માયાજાળ જ જે તે નાણાકીય વર્ષના અંતે પુરવાર થઇ રહ્યું છે.

આગામી તા.૧પ અને ૧૬ ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ મુખ્યાલયના ગાંધી હોલમાં બે દિવસીય બજેટસત્રનો પ્રારંભ થશે. અગાઉના બજેટસત્રમાં શાસક અને વિપક્ષના કોર્પોરેટરો અભ્યાસ કરીને ચર્ચામાં ભાગ લેતા હતા. પહેલાં બજેટસત્ર લાંબું ચાલતું હતું અને નાગરિકો ગૌરવ લઇ શકે તેવી દલીલો થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી બજેટસત્રની ગરિમા જળવાતી નથી.

શાસકોના બજેટ પણ વાસ્તવિક બનતા નથી. દર વર્ષે સત્તાધીશો મોટા મોટા આંકડા રજૂ કરીને નાગરિકો સમક્ષ વિકાસના બણગા ફુંકે છે, પરંતુ આભાસી બજેટના કારણે બજેટના અનેક ઠરાવ ફકત ‘કાગળ’ પર રહી જાય છે. મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ એવો આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષ દ્વારા બજેટની કુલ ૩૦ ટકા રકમ માત્ર ‘કાગળ’ રહી જાય છે. ખરેખર બજેટ ખોટા વચનો કે ભરમાવનારા વિધાનો કરનારું નહીં, પરંતુ તેનો સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન જવાબદારીપૂર્વક અમલ કરાવવા માટેની વચનબદ્ધતા છે. કમનસીબે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપનાં પણ શાસકોના નકલી બજેટના કારણે રોળાઇ રહ્યા છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

23 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

23 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

23 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

23 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

23 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

23 hours ago