આંબળાની ચટણી

સામગ્રી

250 ગ્રામ આંબળા

250 ગ્રામ ગોળ

2 ચમચી મીઠું

1 ચમચી કાળા મરી

½ ચમચી ઇલાયચી પાવડર

¼ લાલ મરચા પાવડર

1 ચમચી ગરમ મસાલો

બનાવવાની રીતઃ સૌથી પહેલાં આંબળાને ધોઇને કુકરમાં 2 ગ્લાસ પાણી એડ કરી, તેમાં એક ચમચી મીઠું મિક્સ કરીને બે વિસલ બોલાવો. આંબળા બફાઇ જાય એટલે તેને ઠંડા પાણીમાં નાંખી, આંબળાને થોડા દબાવીને બીજ નિકાળી લો. હવે મિક્ચરમાં આંબળાની પેસ્ટ બનાવી લો. પિસેલા આંબળાને પેનમાં એડ કરી ગેસ ઓન કરો. ત્યાર બાદ તેમાં મીઠું, કાળા મરીનો પાવડર, ઇલાયચી પાવડર, લાલ મરચું અને ગરમ મસાલો એડ કરો. મિશ્રણને ધીમી આંચ પર 10 મિનિટ રહેવા દો. વચ્ચે વચ્ચે તેને થોડુ હલાવતા રહો. ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દો.  ગોળ અને આંબળા એક રસ થઇ જાય અને તેમાંથી સુંગધ આવવા લાગે તો સમજી લો કે ચટણી તૈયાર થઇ ગઇ છે. ચટણી ઘટ્ટ હોવી જોઇએ. આ ચટણીને ઠંડી થાય એટલે કાચની બોટલમાં નિકાળી શકો છે. તેને પરોઠા કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

home

You might also like