Amazon ઇન્ડીયામાં નોકરીની છે તક, 6500 જગ્યા માટે જલ્દી કરો APPLY

પોપ્યૂલર ઇ-કોમર્સ કંપની અમેઝોન ઇન્ડીયા આ મહીને 6500 નોકરી આપવાનું આયોજન કરી રહી છે. ખરેખર અમેઝોન ઇન્ડીયા 20-24 જાન્યુઆરીએ અમેઝોન ગ્રેટ ઇન્ડીયા સેલનું આયોજન કરવા જઇ રહી છે. કંપની આ સેલમાં ભરતી કરી રહી છે. આ 6500 ભરતી હંગામી ધોરણ કરવામાં આવશે અને માત્ર અમેઝોનના મેગા સેલ સુધી જ આ નોકરી રહેશે.

ઉલ્લેખનીય છે કે કંપની દર વર્ષે આવા મેગાસેલનું આયોજન કરતી હોય છે, જેમાં વેબસાઇટ પર મળનારી દરેક પ્રોડકટના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ સાથે રજૂ કરવામાં આવે છે. કંપનીને દર વર્ષે આ સેલમાં ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળે છે.

અમેઝોન ઇન્ડિયા તરફથી આપવામાં આવતી જાણકારી મુજબ 6500 લોકો માટેની નોકરી ડિલિવરી માટે લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં હશે. અમેઝોનનું આ સેલ 4 દિવસ માટે આયોજન કરી રહ્યું છે. આમ જનતા માટે આ સેલનું આયોજન 21 જાન્યુઆરીએ થશે. તેના પહેલાના 12 કલાક અગાઉથી 20 જાન્યુઆરીથી બપોરે 12 કલાકથી અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપના સેલની શરૂઆત થશે.

અમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટના અનુસાર 5500 અમેઝોન ઇન્ડિયાના ભારતમાં ફુલફિલમેન્ટ સેન્ટર, સ્ટોરેશન સેન્ટર, ડિલિવરી સ્ટેશન આપવામાં આવશે. આ કંપની માટે ભરતી હૈદરાબાદ અને બેંગલુરુમાં કરવામાં આવશે.

અમેઝોન ઇન્ડિયાના આ સેલમાં એપલ, વનપ્લસ, સેમસંગ, 10.or, UCB, Puma, LG, Whirlpool, Bajaj, Prestige, Usha, McAfee and Kaspersky જેવા બ્રાન્ડનો સમાવેશ થશે. સ્માર્ટ ફોનમાં બ્લેકબેરી, મોટો G5 પ્લસ, સેમસંગ On5 પ્રો ગોલ્ડ, લિનોવો કે8 નોટ, માઇક્રોમેક્સ કેનવાસ, એલજી જી6, જેવા સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળશે.

You might also like