Aloe Vera જેલ લગાવતા તમારા વાળને થશે અનેક ફાયદા, જાણો કઇ રીતે?

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘા કે ખીલ થવામાં તો ઘટાડો જોવા મળવા લાગે છે. એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે રિંકલ્સથી પણ છુટકારો મળે છે. ત્યાં બીજી બાજુ આને ખાવાથી પણ સાંધામાં થતા દુઃખાવાની પરેશાનીમાં પણ આરામ મળે છે.

એલોવેરા જેલ (Aloe Vera)નાં તો આપે અનેક ફાયદા વિશે સાંભળ્યું હશે. કોઇ જો આને ચહેરા પર લગાવે છે તો કોઇક લોકો આને ખાતા પણ હોય છે. પરંતુ અનેક લોકો આનો ઉપયોગ વાળ માટે પણ કરતા હોય છે. આ જેલને વાળનાં મૂળ પર લગાવવામાં આવે છે.

જો કે શું તમને ખ્યાલ છે કે આખરે આ એલોવેરા જેલને વાળ પર લગાવવાથી શું ફાયદો થાય છે? કેમ કે એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘ-ખીલોમાં પણ ઘટાડો થતો જોવાં મળે છે. ચહેરાની ચમક પણ વધે છે અને રિંકલ્સથી પણ છુટકારો મળે છે.

1. વાળની ગ્રોથમાં કરે છે વધારોઃ
એલોવેરા જેલમાં પ્રોટિયોલિટિક એન્જાઇમ્સ હાજર હોય છે કે જે હેર ગ્રોથને બૂસ્ટ કરે છે.

કેવી રીતે લગાવીશું?
વાળને વધારવા અને ઉગાડવા માટે આપ 2 ચમચી એલોવેરા જેલને 2 ચમચી બદામ તેલ, એક ઇંડું (સફેદ ભાગ) અને 1 ચમચી દહીંમાં મિક્ષ કરીને માસ્કની જેમ લગાવી શકો છો. આ સિવાય આપ એલોવેરા જેલને માત્ર બદામ તેલમાં પણ ભેળવીને સ્કૈલ્પની મસાજ કરી શકો છો.

2. ડેન્ડ્રફ ઓછો કરશેઃ
એલોવેરા જેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. જે કારણોસર ડેન્ડ્રફને ઓછો કરવામાં પણ મદદ મળી રહે છે.

કેવી રીતે લગાવશો?
2 ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી મધ અને 2 ચમચી દહીં મેળવીને તેની પેસ્ટ બનાવો. આને સ્કૈલ્પ પર લગાવો અને 15 મિનીટ બાદ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ નાખો. આ સિવાય આપ 3 ચમચી એલોવેરા જેલમાં 10 ટીપાં લીંબુ તેલ ભેળવીને આપ ડેન્ડ્રફને દૂર કરી શકો છો.

3. માથાની ખંજવાળને પણ કરી શકો છો દૂરઃ
એલોવેરા જેલમાં હાજર એન્ટી-ઇફ્લામેટરી પ્રોપર્ટીઝ માથાની ખંજવાળને પણ દૂર કરી નાખે છે.

કેવી રીતે લગાવશો?
આને માટે એલોવેરા જેલને સીધી રીતે આપ સ્કૈલ્પ પર રગડીને મસાજ કરો. આવું નાહવાનાં 20 મિનીટ પહેલા કરો. આ મસાજ બાદ વાળને શેમ્પૂથી ધોઇ નાખો.

You might also like