Categories: Gujarat

બિહાર પછીની સૌથી રસપ્રદ ચૂંટણી પર દેશભરના રાજકીય પક્ષો, નિરીક્ષકોની નજર

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદના મ્યુનિ. કોર્પો.ની આવતી કાલે નવા સીમાંકન મુજબ સામાન્ય ચૂંટણી યોજાશે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીનો જંગ પહેલી વખત ભારે કશ્મકશભર્યો થશે. હાલના શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે સમગ્ર ચૂંટણીજંગ પ્રતિષ્ઠાભર્યો રહેશે. ભાજપ માટે કોર્પોરેશનમાં પુનઃ સત્તાની પ્રાપ્તિ ગુજરાતના રાજકારણમાં સર્વોપરી રહેવા જરૂરી બનશે. બીજી તરફ પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસ માટે દાયકા બાદ સાનુકૂળ માહોલ સર્જાયો છે. તેમ છતાં કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ નિવડશે તો આ બાબત ખુદ કોંગ્રેસ પક્ષ માટે ભારે આઘાતજનક બનશે.

જોકે રાજકીય વર્તુળો માને છે કે પાટીદાર ઈફેક્ટના કારણે રાજકીય પક્ષો માટે હાર-જીતનું ચિત્ર અસ્પષ્ટ અને ઉચાટભર્યું છે, અલબત્ત સત્તાસુંદરી કોના ગળામાં વિજયનો હાર પહેરાવે છે તે બાબત તા. ૨જી ડિસેમ્બરના મતગણતરીના િદવસે જણાઈ આવશે, પરંતુ આ બાબત ચોક્કસ છે કે બિહારમાં ભાજપના પરાજય બાદ અમદાવાદ કોર્પોરેશનના ચૂંટણીજંગે દેશભરનાં રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે.

૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ અમદાવાદમાં ૫૫,૭૭,૯૪૦ લોકો વસે છે, જેમાંથી ૩૯,૮૩,૫૮૯ મતદારો છે. નવા સીમાંકનથી કોર્પોરેશનમાં ૬૪ વોર્ડ ઘટાડીને ૪૮ વોર્ડ કરાયા છે. આની સાથેસાથે વોર્ડદીઠ ત્રણ કોર્પોરેટરની પેનલને બદલે ચાર કોર્પોરેટરની પેનલ બનાવાઈ છે, જેમાં પહેલી વખત મહિલાઓનું પ્રતિનિધિત્વ ૩૩ ટકાથી વધારીને ૫૦ ટકા કરાયું હોઈ પેનલની ચાર બેઠકો પૈકીની પહેલી બે બેઠકો મહિલા અનામત છે. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેશનની તમામ ૧૯૨ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, જોકે ગઈ ચૂંટણી કરતાં ૩.૬૩ લાખ મતદારો વધ્યા હોવા છતાં પણ રાજકીય પક્ષોમાં ઓછા મતદાનનો ફફડાટ જોવા મળી રહ્યો છે. દેવ‌િદવાળીના તહેવારને લઈને લોકો ગામડે હોઈ તેમજ નિરસ પ્રચારના કારણે મતદાનની ટકાવારી વધે તેમ નથી. ગત ઓક્ટોબર-૨૦૧૦ની ચૂંટણીમાં ૪૪.૧૨ ટકા મતદાન થયું હતું.

આવતી કાલે શહેરના ૩૯.૮૩ લાખ મતદારો ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે ૫,૩૧૭ મતદાન મથક પરથી મતદાન કરશે, જેમાં પુરુષ મતદારો ૨૦,૯૫,૧૪૮ અને મહિલા મતદારો ૧૮,૮૮,૪૪૧ છે. કુલ ૧૯૨ બેઠક પૈકી ૯૬ મહિલા બેઠકો, ૨૦ અનુસૂચિત જાતિ બેઠકો, ૨ અનુસૂચિત આદિજાતિ બેઠકો, ૧૯ પછાતવર્ગ બેઠકો સહિત કુલ ૧૧૭ અનામત બેઠકો છે અને ૭૫ સામાન્ય બેઠકો છે.

ઓક્ટોબર-૨૦૧૦ની ચૂંટણીઃ અાંકડાની નજરે

• કુલ મતદારો ૩૫,૮૭,૦૬૬
• કુલ મતદાન ૧૫,૮૨,૭૦૭
• મતદાનની ટકાવારી ૪૪.૧૨

રાજકીય પક્ષોને મળેલી બેઠકની સ્થિતિ

• ભાજપ ઃ ૨૦ અનુસૂચિત જાતિ બેઠક,
૧ અનુસૂચિત જનજાતિ બેઠક, ૧૪ પછાતવર્ગ બેઠક, ૧૧૬ સામાન્ય બેઠક, ૧૫૧ કુલ બેઠક.
• કોંગ્રેસ ઃ ૪ અનુસૂચિત જાતિ બેઠક,
૦ અનુસૂચિત જનજાતિ બેઠક, ૬ પછાતવર્ગ બેઠક, ૨૮ સામાન્ય બેઠક,
૩૮ કુલ બેઠક.
• એનસીપી ઃ ૧ અનુસૂચિત જાતિ બેઠક.
• અપક્ષ ૨ સામાન્ય બેઠક

રાજકીય પક્ષોની મતદાનની ટકાવારી

• ભાજપ ઃ મળેલા મત ઃ ૨૨,૧૭,૦૫૫, મળેલા મતની ટકાવારી ઃ ૫૪.૫૫ ટકા
• કોંગ્રેસ ઃ મળેલા મત ઃ ૮,૭૦,૮૮૧, મળેલા મતની ટકાવારી ઃ ૩૩.૭૩ ટકા
• એનસીપી ઃ મળેલા મત ઃ ૧,૦૧,૧૮૩, મળેલા મતની ટકાવારી ઃ ૨.૪૯ ટકા
• અપક્ષ ઃ મળેલા મત ઃ ૧,૭૭,૨૯૪, મળેલા મતની ટકાવારી ઃ ૪.૩૬ ટકા

admin

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago