Marutiની તમામ કાર મોંઘીઃ રૂ. 6,100 સુધીનો ભાવવધારો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની તમામ કારની કિંમતમાં વધારો કર્યો છે. મારુતિ સુઝુકીએ તત્કાળ અસરથી પોતાની તમામ કારના મોડલ પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો લાગુ પાડી દીધો છે, જ્યારે મર્સિડિઝ બેન્ઝે કારની કિંમતમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

મર્સિડિઝ કારની વધેલી કિંમતો સપ્ટેમ્બર-૨૦૧૮થી લાગુ પડશે, જ્યારે મારુતિ કારની કિંમતમાં વધારો આજથી જ અમલી બની ગયો છે.  મારુતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં ભાવવધારા હેઠળ સ્મોલ હેચબેક કાર અલ્ટોથી લઇને કોમ્પેક્ટ સ્પોર્ટ્સ કાર વિટારા બ્રિઝને આવરી લેવામાં આવી છે.આ તમામ કારની એક્સ શો-રૂમ કિંમતમાં રૂ. ૬,૧૦૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે ઇનપુટ કોસ્ટ અને ફોરેક્સ રેટમાં ચઢાવ-ઉતારના કારણે આ ભાવવધારો કરવાની ફરજ પડી છે. આ અગાઉ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને હોન્ડા કાર્સ ઇન્ડિયા જેવી અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ પણ આ મહિને અગાઉથી જ પોતાની કારની કિંમતમાં વધારાની જાહેરાત કરી ચૂકી છે.

You might also like