VIDEO:ભારત માટે પાકિસ્તાનમાં જાસૂસી કરતી જોવા મળી આલિયા ભટ્ટ!

પોતાની ફિલ્મોનું સિલેક્શન અને તેમાં કરેવા શાનદાર પરફૉર્મન્સને કારણે આલિયા ભટ્ટે પોતાને બોલિવુડના ટૉપ સ્ટાર્સમાં શામેલ કરી દીધી છે. ટૂંક સમયમાં આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘રાઝી’ રીલિઝ થશે, જેમાં ફરી એકવાર આલિયાનું અદ્દભુત પર્ફોમન્સ જોવા મળશે તેમ લાગી રહ્યું છે. આલિયાની ફિલ્મ ‘રાઝી’ને જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

8 એપ્રિલના ફિલ્મ ‘રાઝી’નું પ્રી-ટીઝર અને આલિયા ભટ્ટના કેરેક્ટરના 3 પોસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યા હતા અને આખરે ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. લોકોમાં ટીઝર અને પોસ્ટર જોઈને જ ફિલ્મ વિષેની આતુરતા વધી ગઈ હતી.

A daughter..

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

 

A wife..

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

 

RAAZI 👊

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

ટ્રેલરની શરૂઆતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આલિયા ભટ્ટના કેરેક્ટર સેહમતને ફિલ્મમાં ભારતીય યુવતી બતાવવામાં આવી છે. આલિયાના પિતા તેના લગ્ન એક પાકિસ્તાની સાથે કરાવે છે, જેથી તે પાકિસ્તાન જઈને ભારત માટે જાસૂસી કરી શકે. આલિયાના પતિના કેરેક્ટરમાં વિકી કૌશલ જોવા મળશે. અને ભારતીય જાસૂસ પણ છે.

ટ્રેલરમાં આલિયા ભટ્ટના 3 અવતાર જોવા મળે છે, એક સારી દીકરી, પર્ફેક્ટ વાઈફ અને નીડર જાસૂસ. આપણે એવા અનેક લોકોની વાતો સાંભળીએ છીએ, વાંચીએ છીએ જેમણે દેશ માટે લડત કરી અને પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે અનેક લોકો એવા પણ છે જેમણે બલિદાન તો આપ્યા પણ તેમનું નામ ગુમનામ જ રહી હોય.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ડિરેક્શન મેધના ગુલઝારે કર્યુ છે. આલિયા અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘રાઝી’ 11 મેના રિલીઝ થશે.

You might also like