Categories: India

IBનું એલર્ટ: પેરાશૂટ સવાર લશ્કર આતંકી કરી શકે છે હુમલો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન હેરાન પરેશાન થઇ ગયું છે. એવામં તે આતંકીઓ દ્વારા ભારતમાં અશાંકિ ફેલાવવાના મૂડમાં છે. ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ સુરક્ષાદળોને એલર્ટ કર્યું છે કે આતંકી પેરાગ્લાઇડર અથવા પેરાશૂટ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે, તેમજ આત્મઘાતી હુમલાને પણ અંજામ આપી શકે છે. ગુજરાતના એક ટોપ પોલીસ ઓફિસરે આઇબીને ઇનપુટની પુષ્ટિ કરી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આઇબીના ઇનપુટ બાદ સીમા સાઇડ હાલમાં પેરાગ્લાઇડર જેવી ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આઇબીના ઇનપુટમાં સ્પષ્ટ રીતે આતંકી સંગઠન લશ્કર એ તોયબાનો ઉલ્લેખ છે. હાલના દિવસોમાં લશ્કર ચીફ હાફિઝ સઇદની સીમા તરફના વિસ્તારોમાં અવર જવર ખૂબ વધી ગઇ છે. સીમા સાઇડની પોલીસને કહેવામાં આવ્યું છે કે તે આર્મી અને બીએસએફની મદદ કરે. સુરક્ષાદળ અને એજન્સીઓની વધારે ચોકી એટલે વધી ગઇ છે કારણ કે અત્યારે સીમા આગળ પાકિસ્તાન તરફથી ફાયરિંગ ખૂબ વઘી ગયું છે. સામાન્ય રીતે પાકિસ્તાની સેના એ જ સમયે ફાયરિંગ કરે છે, જ્યારે આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની હોય.

સૂત્રોનું કહેવું છે કે લશ્કર આર્થિક અને ટેકનીક તરીકે ખૂબ સક્ષમ આતંકી સંગઠન છે. આ સંગઠન ભારતીય જમીન પર હુમલો કરવા માટે કંઇ પણ કરી શકે છે. જણાવી દઇએ કે ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સરકાર ઉપરાંત હાફિઝ સઇદ પણ ભડકી ઉઠ્યો છે. તાજેતરમાં જ થોડા સમય પહેલા તેને કહ્યું હતું કે પાકિસ્તાન ભારતને બતાવશે કે સર્જિકલ સ્ટ્રાઇક શું હોય છે. મુંબઇ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ સઇદ પાકિસ્તાનની જમીન પર સતત ભારત વિરોધી ભડકાવી રહ્યો છે. પરંતુ પાડોશી દેશમાં તે ભડકાવવા નિષ્ફળ રહ્યો છે.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago