‘Gold’ બની 100 કરોડની ક્લબમાં પહોંચનાર આઠમી ફિલ્મ

મુંબઇઃ બોલિવૂડ ફિલ્મ માટે ૧૦૦ કરોડની કલબમાં જગ્યા બનાવવી હવે કોઇ નવી વાત રહી નથી. આ વર્ષના આઠ મહિના પૂરા થવા આવ્યા છે. આ આઠ મહિનામાં આઠ ફિલ્મોએ ૧૦૦ કરોડની કલબમાં જગ્યા બનાવી લીધી છે. આ વાતની જાણકારી ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.

જાન્યુઆરી મહિનામાં આવેલી ‘પદ્માવત’, ફેબ્રુઆરી ‌મહિનામાં ‘સોનું કે ટીટુકી સ્વીટી’, માર્ચમાં ‘રેડ’ અને ‘બાગી-ર’, મેમાં ‘રાહી’, જૂનમાં ‘રેસ-૩’ અને ‘સંજૂ’ અને ઓગસ્ટમાં ‘ગોલ્ડ’એ પણ ૧૦૦ કરોડની કલબમાં એન્ટ્રી કરી છે.

પહેલા નંબર પર સંજય લીલા ભણશાળીની જાન્યુઆરી મહિનામાં આવેલી ‘પદ્માવત’ છે. તેમાં રણવીરસિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું લાઇફ ટાઇમ કલેકશન ૩૦૦ કરોડ રૂપિયા હતું. ફેબ્રુઆરીમાં બીજા નંબર પર આવેલી ‘સોનંુ કે ટીટુકી સ્વીટી’ છે જેમાં નુસરત ભરૂચા, કાર્તિક આર્યન અને સનીસિંહ હતા.

ફિલ્મનું ઇન્ડિયામાં કલેકશન રૂ.૧૦૭ કરોડ રહ્યું હતું. માર્ચમાં એક નહીં બે ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી. તેમાં અજય દેવગણ, ઇલિયાના ડીક્રુઝની ‘રેડ’ અને ટાઇગર શ્રોફ તેમજ દિશા પટની સ્ટારર ‘બાગી-ર’ સામેલ છે. રેડ ફિલ્મે ૧૦૩ કરોડનું કલકેશન કર્યું, જ્યારે બાગી-રએ લાઇફ લાઇટ રૂ.૧૬૪ કરોડની કમાણી કરી. માર્ચ પછી એપ્રિલ માસ થોડો ઠંડી રહ્યો.

જયારે મે મહિનામાં આવેલી આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ‘રાજી’ ફિલ્મે રૂ.૧૦૦ કરોડનો આંકડો પાર કરીને સૌને ચોંકાવી દીધા. ફિલ્મનું ઇન્ડિયામાં કલેક્શન રૂ.૧ર૩ કરોડ રહ્યું. જૂનમાં રિલીઝ થયેલી ‘રેસ-૩’એ ઇદનાં તહેવાર પર સારું કલેકશન કર્યું. ફિલ્મ ૧૦૦ કરોડની કલબમાં સામેલ થઇ.

ત્યાર બાદ જૂનમાં આવેલી રણબીર કપૂર સ્ટાટર ‘સંજૂ’એ બોકસ ઓફિસના તમામ રેકોર્ડ તોડીને રૂ.૩૦૦ કરોડની કલબમાં એન્ટ્રી કરી. સંજુ બાદ ૧પ ઓગસ્ટે રિલીઝ થયેલી ગોલ્ડ ફિલ્મ ૧૦૦ કરોડની નજીક પહોંચી ચૂકી છે. આ ફિલ્મનું કલેેકશન અત્યાર સુધી ૯૯ કરોડ પર પહોંચી ચૂકયું છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને મોનીરોયે મુખ્યભૂમિકા ભજવી છે. જેની ડિરેકટર રીમા કાગતી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago