PM મોદી માટે રાખ્યો અક્ષય કુમારે ફિલ્મ ‘પેડમેન’નો સ્પેશિયલ શૉ

સોશિયલ મુદ્દે આધારિત ફિલ્મ ‘પેડમેન’ના પ્રમોશન માટે અભિનેતા અક્ષય કુમાર ખૂબ મહેનત કરતા જોવા મળી રહ્યાં છે. આ અનુસંધાનમાં અક્ષય કુમાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ અક્ષય કુમાર સાથેની મુલાકાત માટે પીએ નરેન્દ્ર મોદીએ 3 કલાક જેટલો સમય રાખ્યો છે.

ખરેખર અક્ષય કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ફિલ્મ ‘પેડમેન’ ફિલ્મના સ્પેશિયલ શૉનું આયોજન કર્યું છે. આ મુલાકાત દરમિયાન ફિલ્મના પ્રોડ્યુસર પ્રેરણા અરોડા અને ટ્વિકન્લ ખન્ના ઉપસ્થિત રહેશે.

આ મુલાકાત લઇને અક્ષય કુમાર ઘણો ઉત્સાહિત જોવા મળી ર્હોય છે. સૂત્રોને મળતાં અહેવાલ મુજબ પીએમ મોદી પોતે પણ ‘પેડમેન’ ફિલ્મને જોવા ઉત્સુક છે. નિશ્ચિત રીતે આ ફિલ્મ સાથે જોડાયેલી ટીમ માટે આ એક સન્માન છે. ઉલ્લેખનીય છે અક્ષય કુમારે આ અગાઉ પણ ‘ટોઇલેટ એક પ્રેમકથા’ ને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

You might also like