VIDEO: કરણીસેના સમક્ષ “ખિલાડી” લઇ આવ્યા ભણસાળીને, “પેડમેન” રિલીઝ થશે 9 ફેબ્રુ.એ

સંજય લીલા ભણસાળીની ફિલ્મ “પદ્માવત”ને લઇ દેશભરમાં ભારે વિવાદ સર્જાઇ રહ્યો છે તેમજ ઘણી ઉગ્ર સ્વરૂપે ચર્ચાઓ ચાલી રહી છે. તે દરમ્યાન અક્ષય કુમારે પોતાની ફિલ્મ પેડમેનની તારીખ હવે આગળ વધારી દીધી છે.

હવે પેડમેન ફિલ્મ તારીખ 9 ફેબ્રુઆરીનાં રોજ રજૂ થશે. કે જે પહેલાં 25 જાન્યુઆરીનાં રોજ ફિલ્મ “પદ્માવત”ની સાથે રિલીઝ થવાની હતી. પેડમેનની તારીખ હવે આગળ વધારતાં અક્ષયે કહ્યું કે,”પદ્માવતની સાથે અથડાવવાનું કોઇ જ કારણ નથી. હું આને સમજી શકું છું અને આવાં સમયે મારા કરતા વધારે સંજય લીલા ભણસાળીને આ (25 જાન્યુઆરી) તારીખની વધારે જરૂર છે.

સંજય લીલા ભણસાળીએ કહ્યું કે,”આપ સૌને ખ્યાલ છે કે પદ્માવતને લઇ શું-શું થઇ રહ્યું છે. એટલે મેં અક્ષયને વિનંતિ કરી કે તે પોતે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ હવે આગળ વધારી દે. ને મારૂ માત્ર આટલું જ કહેતાની સાથે જ અક્ષયે પોતાની ફિલ્મની રિલીઝ તારીખ બદલવા માટે બે મિનીટનો પણ સમય ના લીધો. આ કારણોસર હું અક્ષયનો દિલથી આભારી છું.”

ગુરૂવારે અક્ષય કુમાર અને સંજય લીલા ભણસાળીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ બંને લોકોએ એકબીજા સમક્ષ પોતાની સહમતિ દર્શાવી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પદ્માવત અને પેડમેનની તારીખનાં દિવસે મોટો વિવાદ સર્જાય તેવી આશંકા હતી. જેને લઇ બંનેએ પોતાની ફિલ્મની રીલીઝ તારીખને આગળ વધારવાનો નિર્ણય કરી લીધો.

You might also like