Categories: India

અજીત જોગી જગજાહેર કર્યું પોતાની પાર્ટીનું ઘોષણાપત્ર, કરમુક્ત બનાવશે છત્તીસગઢ

રાયપુર: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજીત જોગીએ ચાર દિવસ પહેલાં પોતાની પાર્ટી રચવાની જે જાહેરાત કરી હતી, તેમણે સોમવારે તેના ઘોષણાપત્રની જાહેરાત કરી દીધું. આ અવસર પર તેમણે કહ્યું કે તેમની પાર્ટી ભૂખ, ગરીબી અને બેરોજગારીના વિરૂદ્ધ સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતરશે અને છત્તીસગઢને કરમુક્ત રાજ્ય બનાવશે.

કોંગ્રેસ હાઇકમાન્ડ પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જોગીએ ગત દિવસો પોતાની નવી પાર્ટી બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની વાત પર પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત કરવી ‘ભેંસ આગળ ભાગવત’ કરવા જેવું છે.

પુત્ર અમિતના રાજકીય ભવિષ્યની પણ ચિંતા
કહેવામાં આવી રહ્યું છે કે અજીત જોગી કોંગ્રેસમાં પોતાના પુત્ર અમિતની બેવડી એન્ટ્રીને લઇને નેતૃત્વમાં નકારાત્મક વલણ બાદથી નારાજ હતા. તેમણે પહેલાં જ 6 જૂનના રોજ નવી પાર્ટીની જાહેરાતની વાત કરી હતી. અજીત જોગી છત્તીસગઢમાં કોંગ્રેસની ગતિવિધિઓ પર પણ વાંધો ઉઠાવી ચૂક્યા છે.

કોંગ્રેસ હવે નેહરૂ-ઇન્દીરા કે રાજીવ-સોનિયાની પાર્ટી નથી
કોંગ્રેસમાંથી બહાર નિકળીને અજીત જોગીએ ત્રીજો મોરચો ઉભો કરવા તરફ પગલું ભરવાના સંકેત પણ આપી દિધા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે નહેરૂ, ઇન્દીરા, રાજીવ અને સોનિયા ગાંધીવાળી પાર્ટી રહી નથી. દિલ્હી જવાની જરૂર નથી. અમારી નવી પાર્ટી ટૂંક સમયમાં બધુ નક્કી કરશે.

રાજ્યસભામાં ન મોકલતાં પણ હતી નારાજગી
અત્રે ઉલ્લેખનીય છે કે અંતાગઢ ટેપકાંડના લીધે અજીત જોગીના પુત્ર અમિત જોગીને પ્રદેશ કોંગ્રેસમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા હતા. અજીત જોગીને પણ નિકાળવા માટે પાર્ટી હાઇકમાન્ડને ભલામણ કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ આ વિશે કોઇ નિર્ણય લઇ શકી નહી. અજીત જોગી આ વાતથી નારજ હતા કે તેમના પુત્ર અમિતને કોંગ્રેસમાં પરત લેવાની દિશામાં કોઇ પ્રયાસ થયા નહી. રાજ્યસભા માટે પણ અજીત જોગીના પર વિચાર થયો નહી. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ કમિટીની તરફથી તેમના પર પ્રહાર થઇ રહ્યાં હતા.

admin

Recent Posts

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

3 mins ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

31 mins ago

પંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી

ગન પોઇન્ટ પર ઇનોવા કારની લૂંટ બાદ ખુફિયા એજન્સીએ જૈશ-એ-મોહમ્મદનાં સાત આતંકીઓની પંજાબમાં ઘૂસવાની સંભાવના દર્શાવી છે. કાઉન્ટર ઇન્ટેલીજન્સનાં આઇજીએ…

1 hour ago

વિનય શાહની અન્ય ઓડિયો ક્લિપ વાઇરલ, “90 લાખ રૂપિયા જે.કે. ભટ્ટને આપ્યાં છે, એને નહીં છોડું”

અમદાવાદઃ એકનાં ડબલ કરી આપવાની લાલચ આપીને 260 કરોડની છેતરપિંડી કરનાર વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂતની વધુ એક ઓડિયો ક્લિપ…

1 hour ago

આજે ફૂટબોલર રુની ઈંગ્લેન્ડ તરફથી રમશે ‘વિદાય’ મેચ

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વેઇન રુની આજે અમેરિકા સામે ફ્રેન્ડલી મેચમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વાપસી કરશે, જોકે તે રાષ્ટ્રીય…

2 hours ago

IPL-2019: ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ખેલાડીઓને કર્યા રિલીઝ

ચેન્નઈઃ ગત આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગઈ કાલે જાહેરાત કરી છે કે આઇપીએલની ૨૦૧૯ની સિઝન માટે ૨૨ ખેલાડીઓને…

2 hours ago