IPL-2018 : રાજસ્થાન રોયલ્સની સુકાની પદે સ્મિથ out રહાણે in

દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ત્રીજી ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું સુકાનીપદ ગુમાવનાર સ્ટીવ સ્મિથને હવે રાજસ્થાન રોયલ્સની ટીમના સુકાની પદેથી હટાવાયો છે. આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સે સ્ટીવની જગ્યાએ આજિંકય રહાણેને ટીમનો નવો સુકાની બનાવ્યો છે.

બોલ સાથેના ટેમ્પરિંગ મામલે આઇસીસીએ રવિવારે જ સ્મિથ પર એક ટેસ્ટ મેચ પરનો પ્રતિબંધ તેમજ મેચ ફીનો 100 ટકા દંડ ફટકાર્યો છે. જ્યારે બેનક્રોફટ પર મેચ ફીની 75 ટકા દંડ લગાવામાં આવ્યો છે. આ અગાઉ સ્મિથને ઓસ્ટ્રેલિયા ટીમનું સુકાની પદ જ્યારે વોર્નરને ઉપકપ્તાની પદ ગુમાવવું પડ્યું હતું.

જ્યારે હવે બોલ ટેમ્પરિંગ વિવાદને લઇને સ્મિથ અને વોર્નર પર આઇપીએલની ટીમને લઇને રમાવા અંગે શંકા જોવાઇ રહી છે. ડેવિડ વોર્નર આઇપીએલમાં સનરાઇઝ હૈદરાબાદનો સુકાની છે.

You might also like