Categories: Dharm Trending

જીવનમાં અપાર સુખ આપતી અજા એકાદશી

શ્રાવણ કૃષ્ણ પક્ષની અગિયારશ અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધાં કષ્ટોથી મુક્તિ મળે છે. શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરીશ્ચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યાં હતાં.

કહે છે કે જે કામનાથી કોઈ આ વ્રત કરે છે તેની એ બધી મનોકામનાઓ તત્કાલ પૂરી થઈ જાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ દિવસે વત્સ દ્વાદશી પણ છે અને ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પૂજા કરવી જોઈએ તેમજે ગોળ અને ઘાસ પણ ખવડાવવું જોઈએ.

કેવી રીતે કરશો પૂજા અને વ્રત વિધિ….
અજા અગિયારશ વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેણે દસમી તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે એકાદશીના દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવીને ફળ અને ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ.

ભગવાનની પૂજા પછી વિષ્ણુસહસ્રનામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ. વ્રતી માટે દિવસે નિરાહાર અને નિર્જલ રહેવાનુ વિધાન છે પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે બીમાર અને બાળકો ફળાહાર કરી શકે છે. સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરવાનું મોટું મહત્વ છે. દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ. આ ધ્યાન રાખો કે દ્વાદશીના દિવસે રીંગણ ન ખાશો.

અજા એકાદશીની વ્રત કથા
કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા : ‘હે જનાર્દન !હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો.’

શ્રીકૃષ્ણ બોલ્યા : ‘હે રાજન ! શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે.આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિ પૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેનાં સમસ્ત પાપ નષ્ટ થાય છે. આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રમાણે છે .

પ્રાચીન કાળ માં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો.તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો.તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો. એમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું.

જયારે આ પ્રકારે રહેતા તેમને ઘણાં વર્ષ થઇ ગયાં તો તેમને આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા.તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું ? ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા.

રાજા એ તેમને જોઈ ને પ્રણામ કર્યા અને રાજાનાં દુઃખ પૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા : ‘હે રાજન ! શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી જેનું નામ અજા એકાદશી છે તેનું વિધિ પૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઇ જશે.’ અજા એકાદશી આવી ત્યારે રાજા એ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રી જાગરણ કર્યું.

આ વ્રત ના પ્રભાવથી રાજાનાં સમસ્ત પાપ નષ્ટ થઇ ગયાં. એમણે પોતાની સામે બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઉભેલા જોયા. તેમણે પોતાનાં મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણયુક્ત જોયાં. વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા .

અજા એકાદશીનું ફળ – પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેનાં પૂર્વ જન્મનાં પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.•

divyesh

Recent Posts

પુલવામામાં ફરી આતંકીઓ ઘૂસ્યાઃ સુરક્ષાદળો સાથે અથડામણ જારી

શ્રીનગર: દ‌િક્ષણ કાશ્મીરના પુલવામા અને કુપવાડાના તંગદર વિસ્તારમાં ફરી એક વાર આતંકીઓની પ્રવૃત્તિ જોવા મળી છે. આ વિસ્તારમાં આતંકીઓ ઘૂસી…

22 mins ago

H. L. કોમર્સ કોલેજમાં રેગિંગ વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગનો બનાવ સામે આવ્યો…

44 mins ago

Audaની જૂની લિ‌મિટના નોન ટીપી વિસ્તારમાં પાણી-ગટરનાં કામ કરાશે

અમદાવાદ: ગત વર્ષ ર૦૦૬માં ઔડાની જૂની લિમિટના વેજલપુર, રાણીપ, બોડકદેવ જેવી કુલ ૧૭ નગરપાલિકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. જોકે…

56 mins ago

મ્યુનિસિપલ ટેક્સ માટે ટેરિફ પંચની રચનાનો મામલો 20 વર્ષથી અધ્ધરતાલ

અમદાવાદ: શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત રાજ્યનાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ટેક્સની આવક એ બહુ જ મહત્ત્વનો સ્રોત ગણાય છે,…

57 mins ago

Ahmedabad શહેરમાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની ચાતકડોળે રાહ જોઇ રહ્યા છે, પરંતુ આના બદલે ગરમીએ માઝા મૂકી છે, જોકે…

1 hour ago

ટ્રેનની લાંબા રૂટની ટિકિટ પણ મોબાઈલ એપથી બુક થઈ શકશે

અમદાવાદ: વેસ્ટર્ન રેલવે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે લોન્ચ થયેલી અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમને જબ્બર પ્રતિસાદ મળતાં હવે…

1 hour ago