Categories: Tech

#Reliance Jio કરતાં દોઢ ગણી વધુ સ્પીડ આપશે એરટેલ, જાણો શું છે offer

નવી દિલ્હી: reliance jioના બજારમાં આવતાં જ તેણે એવી ઓફર આપી છે કે લોકોમાં તેને ખરીદવાની કતાર લાગી ગઇ છે. આ જોતાં જ દેશની ટોપ ટેલિકોમ કંપની એરટેલે પણ પોતાની કમર કસી લીધી છે. ટેરિફ ઓફર આપ્યા બાદ હવે કંપની ઇન્ટરનેટ ડેટા સ્પીડના મામલે પણ reliance jio ને પછાડવા માંગે છે.

બુધવારે કંપનીએ જણાવ્યું હતું કે તેના માટે તેણે કેરલમાં કેરિયર એગ્રીગેશન ટેક્નોલોજીની મદદ પણ લીધી છે. તેના માધ્યમથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર લોકોને વધુ ઝડપી 4G ડેટા સર્વિસ આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે તે હાલની કંપનીઓના મુકાબલે 40-80 ટકા ઝડપી ઇન્ટરનેટ સ્પીડ પુરી પાડશે.

કંપનીનો દાવો છે કે ક્વોલિટી સારી થતાં ડેટાની પીક ડાઉનલોડ સ્પીડ 135 એમબીપીએસ સુધી પહોંચી જશે. તમને જણાવી દઇએ કે આ સ્પીડ તેનાથી ઘણી વધુ છે જેટલી હાલ 4G સેવા હેઠળ આપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે બજારમાં ચર્ચાનો વિષય બની ગયેલી રિલાયન્સ જીયો દ્વારા પણ ફક્ત 80-90 એમબીપીએસ સ્પીડની ઓફર આપવામાં આવી છે.

ઇન્ટરનેટ પહેલાં જિયો આવતાં જ ટેરિફ વોર શરૂ થઇ ગયું હતું, કારણ કે કંપનીએ ખૂબ ઓછા ભાવમાં સર્વિસ પુરી પાડવાની ઓફર આપી છે. તેનાથી તાત્કાલિક જ એરટેલ, વોડાફોન અને આઇડીયા દ્વારા પણ પ્રીપેડ ગ્રાહકો માટે ટેરિફમાં લગભગ 67 ટકાનો કાપ કરી દેવામાં આવ્યો છે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago