Airtel કંપનીએ કર્યો ધમાકો, 9 રૂપિયામાં આપશે અનલિમિટેડ કોલિંગ

એરટેલે એક વાર ફરી રિલાયન્સ જીયોને ટક્કર આપતા નવો પ્લાન રજૂ કર્યો છે. એરટેલે પોતાના પ્રી-પેડ યૂઝર્સે માત્ર 9 રૂપિયામાં પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડીટી 1 દિવસની રહેશે. આ પ્લાનમાં 100 એમબી ડેટા અને 100 મેસેજ પણ મળી રહ્યાં છે.

એરટેલના આ પ્લાનની ટક્કર જીયોના 19 રૂપિયાના પેક થી કરવામાં આવી રહ્યો છે. જેમાં 150 એમબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 20 મેસેજ મળે છે. જ્યારે એરટેલે 23 રૂપિયાનો પ્લાન પણ લોન્ચકર્યો છે જેમાં 200 એમબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ રોજ મળશે. આ પ્લાનની વેલિડિટી 2 દિવસની રહેશે.

જો તમે એરટેલનો 9 રૂપિયાવાળો પ્લાન લેવા ઇચ્છો છો તો કંપનીની વેબસાઇટ અને માય એરટેલ એપથી રીચાર્જ કરી શકાશે. આ અગાઉ હાલમાં જ એરટેલે 99 રૂપિયાને અપડેટ કર્યો છે જેમાં હવે 28 દિવસની વેલિડીટી સાથે 1 જીબી ડેટા અને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 એસએમએસ મળશે. જો કે કંપનીનો 93 રૂપિયાનો પ્લાન હાલમાં થોડા જ યૂઝર્સને મળી રહ્યો છે.

You might also like