Airtel નો નવો ધમાકો, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 1 જીબી ડેટા

રિલાયન્સ જિયોના 98 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે એરટેલે આજે 93 રૂપિયાના પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. એરટેલે હવે 93 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે 1 જીબી ડેટા કંપની આપી રહી છે. આ સાથે યૂઝર્સે રોજના 100 એસએમએસ ફ્રી મળશે.

એરટેલના આ 93 રૂપિયાના પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. સૌથી ખાસ વાત એ છે કે એરટેલના આ પ્લાનમાં લોકલ, એસટીડી કોલિંગની સાથે અનલિમિટેડ ફ્રી રોમિંગ કોલિંગ પણ આપવામાં આવી છે.

એરટેલનો આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. પરંતુ આ પ્લાનમાં એક જ મુશ્કેલી છે કે એરટેલે આ પ્લાન થોડા પસંદ કરેલા યૂઝર્સને જ ઓફર કરવામાં આવી રહ્યો છે. એરટેલનો આ પ્લાન બધા યૂઝર્સ માટે લાગુ નથી કરવામાં આવ્યો. આ પ્લાનનો લાભ માત્ર એ જ યૂઝર્સને મળશે જેને myoffer સેકશનમાં આ ઓફર દેખાતી હશે.

માય ઓફર જોવા માટે તમારે એરટેલની એપ અથવા તમારા ફોનમાંથી *121# પર ડાયલ કરીને પણ જોઇ શકો છો. એરટેલના આ પ્લાનની સીધી ટક્કર જીયોના 93 રૂપિયાવાળા પ્લાન સાથે થઇ રહી છે.

You might also like