Airtel કંપની રજૂ કર્યો 1જીબી ડેટાનો નવો પ્લાન, જાણો શું છે ઓફર

એરટેલે એક ઓછી કિંમતવાળો પ્લાન લોન્ચ કર્યો છે જે પ્રીપેડ યૂઝર્સ માટે છે. એરટેલનો આ નવો પ્લાન ફક્ત 49 રૂપિયાનો છે અને તેમાં 1 જીબી ડેટા મળશે. આ ડેટા 4જી/3જી હશે. જો કે આ પેકની વેલિેડટી ફક્ત એક દિવસ માટે જ હશે અને તમારે 1 જીબી ડેટાનો વપરાશ કરી દેવો પડશે. એરટલ એપમાંથી ગ્રાહકો આ પ્લાનનો ઉપયોગ કરી શકશે.

એપ પર વ્યૂ બેસ્ટ ઓફર્સનું ઓપ્શન મળે છે જેમાં ક્લિક કરી ડેટા સેકશનમાં આ પ્લાન જોવા મળશે. એરટેલ પાસે આવો બીજો એક પ્લાન પણ છે. બીજા પ્લાનમાં 99 રૂપિયામાં કસ્ટમર્સને 2જીબી ડેટા આપવામાં આવશે. આ પેકની વેલિડેટી 5 દિવસની રહેશે. આ પેકને પણ એક્ટિવેટ કરવા માટે એપનો સહારો લેવો પડશે.

ઉલ્લેખનીય છે કે એરટેલનો એક 98 રૂપિયાનો પ્લાન છે અને 146 રૂપિયાનો પ્લાન છે, જેની ક્રમશઃ વેલિડિટી 7 દિવસ અને 28 દિવસની છે. 49 રૂપિયાવાળું પેક માત્ર થોડા સર્કલ માટે લાગુ છે, જો તમને એપમાં આ ઓફર જોવા ન મળે તો સમજી લેશો તે સર્કલ માટે આ ઓફર વેલિડ નથી.

You might also like