Airtel નો ધમાકેદાર નવો પ્લાન, કસ્ટમરોને થશે ફાયદો

ભારતીય ટેલીકોમ માર્કેટમાં આ સમયે ગળાકાપ હરીફાઇ ચાલી રહી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. હવે એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને આકર્ષવા પોતાના 149 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં હવે યૂઝર્સને અનલિમિટેડ લોકલ કોલ, એસટીડી કોલ તેમજ રોમિંગ પર ફ્રી કોલિંગની સુવિધા મળશે.

આ પેકનો સમય 28 દિવસનો રહેશે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને 28 દિવસ સુધી 1 જીબી ડેટા મળશે. આ પ્લાન આંધ્રપ્રદેશ અને તેલગાંણાને છોડી કંપનીના દરેક સર્કલમાં લાગુ થશે. આ અગાઉ કંપની આ  પ્લાનમાં આન નેટવર્ક પર ફ્રી કોલ્સ અને 1 જીબી 4જી/3જી ડેટા મળતો હતો.

You might also like