Airtel એ રજૂ કર્યો Jio સામે ધમાકેદાર પ્લાન, જાણો વિગત…

ભારતી એરટેલે હાલમાં જ પ્રીપેડ પ્રોમિસ સ્કિમ હેઠળ ઘણા નવા ધમાકેદાર પ્લાન રજૂ કર્યા છે. એરટેલે 93 રૂપિયાવાળો પ્લાન જીયોના 98 રૂપિયાની સામે માર્કેટમાં રજૂ કર્યો છે. એરટેલનો 93 રૂપિયાવાળો આ પ્લાન ગ્રાહકો માટે એક નવો પ્લાન માનવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડીટી 10 દિવસની છે.

એરટેલના આ 93 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલ, રોમિંગ કોલ, રોજ 100 એસએમએસ અને 1 જીબી ડેટા આપવામાં આવશે. તેની વેલિડેટી 10 દિવસની રહેશે. 1 જીબી ડેટાનો કોઇપણ હેન્ડસેટમાં ઉપયોગ કરી શકો છો. એટલે કે 3જી હેન્ડસેટ યૂઝર 2જી / 3જી બંને ડેટા વાપરી શકો છો.

આ પ્લાન કંપનીએ જીયોના 98 રૂપિયાની સામે રજૂ કર્યો છે, જેની વેલિડેટી એરટેલ કરતાં થોડી વધારે છે એટલે કે 14 દિવસની છે. જિયોના 98 રૂપિયાના પ્લાનમાં એરટેલની જેમ અનલિમિટેડ કોલ આપવામાં આવ્યા છે, સાથે દરરોજ 150 એમબી ડેટા આપવામાં આવ્યો છે, જે કુલ 2.1 જીબી ડેટા થાય છે.

તે સિવાય વેલિડિટીના સમય દરમિયાન 140 એસએમએસ કરી શકાશે. એસએમએસની સરખામણીમાં એરટેલ જીયો કરતા આગળ નિકળ્યું છે. બંને ટેલિકોમ કંપની પોતાની વિશિષ્ટ ડીજીટલ સેવા આપી રહી છે.

You might also like