Airtel નો ધમાકેદાર નવો પ્લાન, Jio પાસે પણ નથી તેનો તોડ 

0 5

ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. હાલમાં એરટેલ કંપનીએ 59 રૂપિયાના પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. એરટેલ કંપનીએ હવે 59 રૂપિયાના પ્લાનમાં 27 દિવસ સુધી અનલિમિટેડ કંપની વોઇસ કોલ, રોમિંગ કોલ અને 500 એમબી ડેટા આપી રહી છે.

કોઇપણ ટેલીકોમ કંપની આટલી ઓછી કિંમતમા 27 દિવસનો પ્લાન આપી રહી નથી.જો કે આ પ્લાન હાલમાં કોલકાતાના સર્કલના ગ્રાહકો માટે છે. આશા છે કે કંપની આ પ્લાનને બીજા સર્કલમાં રજૂ કરશે. બીજા સર્કલમાં એરટેલ પ્રીપેડ પ્રોમિસ સ્કિમ હેઠળ 59 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલ, રોમિંગ કોલ, પ્રતિદિન 100 એસએમએસ અને 500 એમબી ડેટા આપી રહી છે.

જો કે આ વેલિડિટી માત્ર 7 દિવસ આપે છે. કોલકાતાના આ પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને માત્ર ડેટા સાથે વોઇસ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. તો બીજી તરફ ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની જીયો પાસે પણ આવો પ્લાન થી.

જીયોના 52 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ 150 એમબી ડેટા અને 70 એસએમએસ આપી રહ્યું છે, પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર 7 દિવસ સુધીની છે.

loading...

Leave A Reply

Your email address will not be published.